• Gujarati News
  • National
  • દીકરી સાપનો ભારો નહીં, પરંતુ તુલસીનો ક્યારો છે એની માવજત કરો

દીકરી સાપનો ભારો નહીં, પરંતુ તુલસીનો ક્યારો છે એની માવજત કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાનહાઇટેક યુગમાં અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે શિક્ષણ જાગૃત્તિ, કારકિર્દી ઘડતર, કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે તથા સ્ત્રી સશક્તિકરણની પ્રવૃત્તિઓને આગળ વધારવા સમાજના શૈક્ષણિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિતમાં શૈક્ષણિક પરિસંવાદ ભુજના ડો. આંબેડકર હોલમાં યોજાયો હતો.

દિવ્ય જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ-ભુજ દ્વારા અાયોજિત શૈક્ષણિક પરિસંવાદ સેમિનારને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવીને ટ્રસ્ટના પ્રમુખ નરેશ કે. મહેશ્વરીએ સૌને આવકારી પરિસંવાદનું હેતુ સમજાવ્યો હતો. મુન્દ્રા બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજી ફુફલ તથા આદિપુર કોલેજના પ્રોફેસર ડો. દિવ્યાબેન મહેશ્વરીએ સમાજના વિદ્યાર્થીઓને કારકીર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપીને કન્યાઓને શિક્ષણમાં જોડાવવા તથા સ્ત્રી સશક્તિકરણના કાર્યોમાં જોડાવવા આહવાન આપી વિવિધ દૃષ્ટાંત આપ્યા હતા. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય વાલજી દનિચા, ભુજ તા. પં. પ્રમુખ વાલુબેન મંગરિયા, લેખિકા ભારતી કટુઆ, જે.પી. મહેશ્વરી, દિનેશ મારવાડા, ડો. રમેશ ગરવા, દાનાભાઇ બડગા સહિતના મહાનુભાવોએ આયોજનને બિરદાવીને કન્યાઓને પ્રોત્સાહિત કરવા બદલ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ દિવ્ય જ્યોત એજ્યુકેશન વેલફેર દ્વારા અનુસૂચિત જાતિની કન્યાઓને હોસ્ટેલમાં એક માસના જમણવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. ડો. રમેશ ગરવા, જે.પી. મહેશ્વરી તરફથી 25 હજાર રૂપિયા, ગાંદલા-રજાઇ સેટ રામજી માંગલિયા તરફથી 15 હજાર, જ્યોત્સનાબેન ચંઢારિયા તરફથી તથા 11 હજાર રોકડા કન્યાઓ માટે તિથિ ભોજનના દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ એક કન્યાની જવાબદારી લીધી હતી. આયોજનને સફળ બનાવવા રવજીભાઇ ચંદે, હિરજી ચંઢારિયા, અર્જુન મહેશ્વરી, અજીત ફુફલ, ચેતન ધુવા, લાલજી ગડાએ જહેમત ઉાઠવી હતી. સંચાલન નરેશ મહેશ્વરી, હમીરભાઇ વાળંદ તથા આભારવિધિ વિશનજી ગડણે કરી હતી.

જિલ્લાકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં મંચસ્થ સંસ્થાના આગેવાનો તથા કચ્છભરમાંથી ઉમટેલા લોકો તસવીરમાં નજરે પડે છે. }શાંતિલાલમાંગલિયા

અન્ય સમાચારો પણ છે...