તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજની ભાગોળે ખાનગી બસ હડફેટે સાયકલ સવારનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની ભાગોળે ખાનગી બસ હડફેટે સાયકલ સવારનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીભાગોળે એરપોર્ટના ગેઇટ સામે બુધવારે સાંજે ભુજ આવતા સાયકલ સવારને પાછળથી પુરપાટ આવતી ખાનગી બસે ટકકર મારતાં બે ટાયરો નીચે આવી જતાં ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, બનાવથી રોડ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું હતભાગીના મોતથી તેના પરીવારજનોમાં આક્રંદ છવાઇ ગયું હતું.

...અનુસંધાન પાના નં. 6

વિજયનગર નૂતન સોસાયટી મકાનનં 6માં રહેતા હિરેન જયંતિલાલપરમાર (ઉ.વ.20) બુધવારે સાંજના 6 વાગ્યાની આસ પાસ પોતાની સાયકલ પર એરપોર્ટ રોડથી ભુજ તરફ આવી રહયો હતો ત્યારે પાછળથી ભસમસ્તી આવતી રઘુવીર ટ્રાવેલ્સની બસ જી.જે 3 વાય 0534એ ધડાકાભેર અડફેટે લેતાં સાયકલ સવાર ફંગોળાઇ ગયો હતો અને બસના પાછળના બે ટાયરો નીચે આવી જતાં તેનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું ગમ્ખ્વાર અકસ્માતના બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, યુવાનના મોતથી તેના પરિવારજનો અને મિત્રવર્તળો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા ગમગીની ભર્યું વાતાવરણ સર્જાઇ ગયું હતું બી ડિવિઝન પોલીસના પીએસઆઇ પરમારે ખાનગી બસ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ટાયર નીચે આવી જતાં ઘટનાસ્થળે મૃત્યુ થયું

ભુજ માધાપરમાં અકસ્માતમાં મહિલા સહિત બે ઘાયલ

ભુજનાજ્યુબેલી ગ્રાઉન્ડથી મુન્દ્રા તરફ જતા રોડ પર બુધવારે સવારે બેન્કર્સ કોલોનીમાં રહેતા શંકરલાલ શિવલાલ ઠકકર પોતાનું સ્કુટર જી.જે.12 સીએ 9703 લઇ બેન્કર્સ કોલોનીમાંથી આશાપુરા પાર્ટી પ્લોટ તરફ જતા હતા ત્યારે મુન્દ્રા તરફથી આવતી બાઇક જી.જે.12 સી કે 987વાળાના ચાલકે અડફેટે લેતા પગમાં ફેકચર

...અનુસંધાન પાના નં. 6

સહિતની ઇજાઓ પહોંચી હતી જ્યારે માધાપરના ગાયત્રી મંદિર રોડ પરથી મોટર સાયકલ પર તેમના પતિ સાથે આવતા નિરૂબેન નવિનગીરી ગોસ્વામી (ઉ.વ.50) અચાનક બાઇક પરથી પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો