તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રામાં બાંગલાદેશીને મદદ કરનારના જામીન ફગાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં બાંગલાદેશીને મદદ કરનારના જામીન ફગાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રામાંગત 17/3/16ના પકડાયેલ બાંગલાદેશી યુવકને ભારતીય આધારો બનાવી આપવામાં મદદગારી કરનાર મહારાષ્ટ્રા પુનાના આરોપીના અદાલતે જામીનનામંજુર કર્યા હતા.

કેસની હકીકત એવી છે કે ગત માર્ચ માસમાં મુન્દ્રા પોલીસ મથકમાં શંકાસ્પદ પકડાયેલા બાંગલાદેશી યુવાનની પુછતાછમાં તેને પુના ખાતે રહેતા ઉસ્માન ચાચા ઉર્ફે ઉસમાન મુલ્લા કાસીમશા મુલ્લા મુસ્લીમ નામના વ્યક્તિએ પોતાના લાઇટ બીલ પરથી બાંગલાદેશી યુવાને આધાર કાર્ડ, ઇન્કમટેક્ષનું પાન કાર્ડ જેવા આધારો બનાવવી આપ્યા હતા અને ભારતમાં અલગ અલગ શહેરોમાં ફરી શકે તેવી મદદગારી કરી હતી, મુન્દ્રા પોલીસમાં ફરીયાદ નોંધાતા બન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી તપાસ બાદ ચાર્જસીટ રજુ થતા આરોપી ઉસમાન મુલ્લા કાસમશા મુલ્લા મુસ્લીમે નિયમિત જામીન માટે ભુજની અધિક સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, દેશવિરોધી પ્રવુતીના ગંભીર ગુનાને ધ્યાને લઇ ભુજના ત્રીજા અધિક સેસન્સ જજ ડિ જે છાંટબારે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીની નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકિલ મયુરભાઇ પુરોહિત હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો