તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિ. પં.ની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે ગરમાગરમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પં.ની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દે ગરમાગરમી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાપંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, આંગણવાડી, માર્ગના કામો સામે સવાલો ઉભા કરી વિપક્ષે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી, જેમાં શાસક પક્ષના ત્રણ-ચાર સભ્યો સિવાય બાકીના મૌનની મુદ્રામાં હોવાથી વિપક્ષ સરખો ખિલ્યો હતો. જોકે, કેટલાક મુદ્દે વિપક્ષ એજન્ડા ચાંતરી જતા શાસક પક્ષ ફરી જોરમાં આવી ગયો હતો અને મૌન ધારણ કરી નિરસ બેઠલા સભ્યો દાવા દલીલ સાથે ચર્ચામાં જોડાઇ ગયા હતા.

પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષના ઉપનેતા કિશોરસિંહ જાડેજા કહ્યું હતું કે, મને ખેતીવાડી સિવાય એકેય સવાલનો જવાબ વ્યવસ્થિત મળ્યો નથી. વિરોધ પક્ષના નેતા વેલજીભાઇ હુંબલે એક પછી એક પ્રશ્ન ઉપાડી પૂછ્યું હતું કે, ગત બોડીએ કરોડોના ખર્ચે વિકાસ કાર્યોને બહાલી આપી હોવા છતા શરૂ કેમ નથી કરાયા અજરજ છે. સલીમભાઇ જત, તકીશા સૈયદે પણ વિવિધ પ્રશ્નો કર્યા હતા. જેમને શિક્ષણ સમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવી જવાબો આપ્યા હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન નરેશભાઇ મહેશ્વરીએ મુન્દ્રાની પીટીસી કોલેજમાં અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને સમાવવા ખાસ કિસ્સા ન્યાયનિધિમાં ખર્ચ પાડ્યો તેને વિરોધ પક્ષના નેતા હુંબલે વખાણ્યો હતો. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ સમગ્ર ચર્ચા દરમિયાન મૌન સેવ્યું હતું. પ્રારંભમાં પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડીડીઓ સી. જે. પટેલે સૌને આવકાર્યા હતા.

સામાન્ય સભામાં સત્તા અને વિપક્ષ ભ્રષ્ટાચાર મુદ્દે દલીલો કરતા નજરે પડે છે.

સામાન્ય સભામાં અાપસમાં દલીલબાજી

સ્વભંડોળમાંથી નાણાકિય ખર્ચની મર્યાદા વધારાઇ

જરૂરિયાતઅને વધતા જતા બજાર ભાવોના કારણે હિસાબી અધિકારીને 20 હજાર, જિલ્લા વિકાસ અધિકારીને 20 હજારથી 1 લાખ, કારોબારી સમિતિને 1 લાખથી ઉપર સ્વભંડોળમાંથી નાણાકિય ખર્ચ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

વિપક્ષનોઉનામાં દલિતો પર અત્યાચારની નિંદાનો પ્રસ્તાવ

વિરોધપક્ષનાનેતા વી.કે. હુંબલે ઉનામાં દલિતો પરના અત્યાચારની નિંદા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ગુજરાત પંચાયત કાર્યરીતિના નિયમોની મર્યાદાને કારણે રજુ કરી શકાય તેમ હોવાથી ઠરાવ પસાર થયો હતો. શાસક અને વિપક્ષ બંનેએ ઘટનાને વખોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો