• Gujarati News
  • National
  • 55 હજારની ચોરીમાં મુખ્ય મહિલા સૂત્રધાર સાથે 2 જબ્બે

55 હજારની ચોરીમાં મુખ્ય મહિલા સૂત્રધાર સાથે 2 જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનામુન્દ્રા રિલોકેશન સાઇટ પર આવેલા પ્રમુખ સ્વામીનગરના ઓધવપાર્ક-2માં સોમવારે સાંજે થયેલી ઘરફોડ ચોરીમાં મુખ્ય સૂત્રધાર મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસે બુધવારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા બાદ મહિલાને પાલારા જેલમાં ધકેલી દીધી હતી, જ્યારે બે શખ્સોના રિમાન્ડ મેળવ્યા હતા.

ઓધવપાર્ક-2માં રહેતા ચંદ્રિકાબેન કનુભાઇ ઠક્કરના મકાનમાં ગત 6 માર્ચના સાંજે 4થી 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમના મકાનના જાણભેદુ જાનકીબેન પૃથ્વીરાજ રાજપૂત તથા ફિરોજ બીલાલ સીદી, ઇમરાન સુલેમાન નામના શખ્સોએ મકાનના આંગણામાંથી ચાવી શોધી કાઢી હતી અને મકાનમાં પ્રવેશી 25 હજાર રોકડા અને 30 હજારના દાગીનાની ચોરી કરી ગયા હતા, ચોરી થયા અંગેની જાણ થતાં મંગળવારે મકાન માલિકે ભુજ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, મહિલાની ફરિયાદ પરથી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ સુકુભા જાડેજાએ તપાસ હાથ ધરી હતી, બુધવારે ચોરીમાં સંડોવાયેલા બે આરોપીને તથા મુખ્ય આરોપી મહિલાને ઝડપી પાડી હતી, આરોપીઓને કોર્ટમાં રજૂ રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે આરોપણ જાનકીબેન પોલીસે પાલારા જેલમાં મોકલી આપવામાં આવી હતી. બન્ને શખ્સ અગાઉ કોઇ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગેની પૂછતાછ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...