કચ્છ યુનિવર્સિટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિવર્સિટી

તા.18/10ના11મોયુવક મહોત્સવ હોવાને કારણે કચ્છ યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓ તેમા રોકાયેલા હોતાં વહીવટી કાર્ય બંધ રહેશે તેમજ તા.20/10થી 25/10 દરમિયાન દિવાળી અવકાશ હોતાં વહીવટી તેમજ અન્ય વિભાગો બંધ રહેશે. તા.27/10થી રાબેતા મુજબ વહીવટી વિભાગ ચાલુ રહેશે.

મારૂકંસારા મહિલા સત્સંગ મંડળ-ભુજ

અગિયારસનાસત્સંગતા.18/10ના સાંજે 5:30થી 7 દરમિયાન મહાકાલિકાના મંદિર મધ્યે.

મ.કા.ચા.મોઢ મહિલા મંડળ

તા.28/10નાલાભપાંચમનાસાંજે 5 કલાકે ભુજમાં સભ્ય બહેનોના દિવાળી સ્નેહમિલનની ઉજવણી મુન્દ્રા રોડ, ચંગલેશ્વર મહાદેવ મંદિરે. તા.20/10 સુધી નામ નોંધાવવા સંપર્ક ફો. 253718.

આરટીઓરિલો. રાજ્યગોર મહિલા મંડળ

તા.18/10નાસાંજે5થી 7 બગીચામાં મિષ્ઠાન તથા ફરસાણના ક્લાસ કરાવવામાં આવશે, તો ભાગ લેવા ઇચ્છુક બહેનોએ સંપર્ક ફો.247211 તથા તા.19/10ના સાંજે 5થી 7 દરમિયાન દીવડા શણગાર હરીફાઇનું આયોજન કરેલું છે, જેમાં દીવડા સ્થળ ઉપર તૈયાર કરવાના રહેશે.

કોટિસ્થાનક જૈન સંઘ

અજરામરજૈનપાઠશાળાના બાળકોનો ધાર્મિક કાર્યક્રમ તા.19/10ના સવારે 9 કલાકે પિયુષાજીની નિશ્રામાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ, જૈનાચાર્ય અજરામજી વિદ્યાદ્યામના મધ્યસ્થખંડમાં, હોસ્પિટલ રોડ મધ્યે.

પુરવઠાસમિતિની બેઠક મોકૂફ

જિલ્લાનાગરિકપુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો) માટેની જિલ્લા તકેદારી સમિતિની તા.18/10ના મળનારી બેઠક વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી છે, જેની તમામ સંબંધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ નોંધ લેવી.

દર્દીઓનેશિરા વિતરણ કરાશે

તા.19/10નાસાંજે4:30 કલાકે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ઉપક્રમે અને દાતાના સહયોગથી ભુજની જનરલ હોસ્પિટલના હાડકાં અને પ્રસૂતાના વિભાગના દર્દીઓને દેશી ઘીના શિરાનું ભોજન આપવામાં આવશે તથા મેન્ટલ, જનરલ હોસ્પિટલના અન્ય દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે.

એનઆરઆઇએસો. ઓફ કચ્છ

ભુજખાતેયોજાનારા આગામી પાસપોર્ટ કેમ્પ તા. 1/11 અને 2/11ના સભ્યોએ યોગ્ય લાભ લઇ ભુજ ખાતે પાસપોર્ટ કચેરીની રજૂઆતને યોગ્ય સમર્થન આપવું.

પ્રા./મા.શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

રાજ્યપરીક્ષાબોર્ડ ગાંધીનગર આયોજિત પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તા.19/10ના સવારે 10થી 3:30 દરમિયાન કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ બગીચા સામે