• Gujarati News
  • મુન્દ્રાના પ્રશ્નો સમય મર્યાદામાં ઉકેલવા ખાતરી

મુન્દ્રાના પ્રશ્નો સમય મર્યાદામાં ઉકેલવા ખાતરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રામાંયોજાયેલા લોક દરબારમાં રાજ્યમંત્રીએ તાલુકાના પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવાની ખાતરી આપતાં તમામ વિભાગોને સંકલન સાધવા સૂચન કર્યું હતું. કાર્યક્રમમાં 100 જેટલા પ્રશ્ન રજૂ થયા હતા, જે પૈકી મોટાભાગનાનું સ્થળ પર નિરાકરણ લવાયું હતું.

રાજ્યમંત્રી તારાચંદ છેડાએ પૂર્વ સૈનિકોને ખેતી માટે સરકારી જમીન મળવા, વિકલાંગ બીપીએલ પરિવારોને રાશનનો નિયમિત જથ્થો મળવા જર્જરિત આંગણવાડી કેન્દ્રોના મકાનોને મંજૂરી મળી ગયેલી હોઇ તાકીદે જમીનદોસ્ત કરવા,ખેડૂતોનો ઊભો પાક વારંવારની વીજળી વેરણ થવાને કારણે સૂકાતો બચાવવા, મુન્દ્રા વૈભવ પાર્કની સોસાયટીની બહેનોને મુન્દ્રા ગ્રામ પંચાયતની પાણીની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી મળવા, સિંચાઇ હસ્તકની કેનાલોમાં ઉગી નીકળેલી ઝાડીની યુદ્ધના ધોરણે સફાઇ કરવા તેમજ ગૌચર જમીનમાં થયેલા દબાણો બાબતે વિભાગોએ સુસંકલન સાધે તેવું જણાવ્યું હતું. પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જાગૃતિ કેમ્પ, વર્કશોપ આયોજનો માટેની માગણીને ત્વરાએ મંજૂર કરી લાખેણા આયોજનો આગામી સમયમાં થઇને રહેશે. તેવો કોલ આપ્યો હતો. તો જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતોને ક્યાંય પણ ક્ષતિ જણાશે, તો કાન આમળવામાં બાકી નહીં રાખીએ.