• Gujarati News
  • National
  • મુન્દ્રા પોર્ટ પર પાંચસો ટન નિકાસ થયેલો પ્રતિબંધિત બોક્સાઇટ ઝડપાયો

મુન્દ્રા પોર્ટ પર પાંચસો ટન નિકાસ થયેલો પ્રતિબંધિત બોક્સાઇટ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાબંદરે દક્ષિણ કોરિયાથી ચાઈનાકલે દર્શાવી નિકાસ કરાયેલો પ્રતિબંધિત બોકસાઇટના 20 કન્ટેનર ઝડપાતા બંદરીય ગતિવિધિઓ ચર્ચાનો વિષય બની છે. મોડી સાંજ સુધી કન્ટેનરોની ચકાસણી દરમિયાન અંદાજીત જથ્થો 500 ટનથી વધારે હોવાનું ખુલ્યું હતું.

સતાવાર સુત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ ગત રાત્રીએ ડી.આર.આઈ.ને મળેલી પૂર્વ બાતમીને આધારે મુન્દ્રા બંદરે દક્ષિણ કોરિયાથી ઉતરેલા કન્ટેનરોની તપાસ હાથ ધરાઈ હતી. મોડે સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન વિવિધ કન્ટેનરોની જાંચ કરતા 20 કન્ટેનરોમાંથી ચાઈનાક્લેની આડમાં નિકાસ કરાયેલા 500 ટન બોકસાઇટનો જથ્થો મળી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય બજારમાં બોકસાઇટની નિકાસ પર સરકાર દ્વારા 15 ટકા વધારાની ડ્યુટી વસુલવામાં આવે છે. વિશેષમાં ખનીજ વિભાગને પણ ડ્યુટી ભરવા પાત્ર બની રહેતી હોવાથી મિસડીકલેરેશનના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘટના સબબ હવે ખનીજ ખાતું પણ મેદાનમાં ઉતર્યું છે. આગળની તપાસ બાદ કૌભાંડની સંપૂર્ણ માહિતી બહાર આવાનું ડી.આર.આઈ.ના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...