તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અદાણી દ્વારા ક્વીન્સલેન્ડમાં માળખાગત સુવિધા વિકસાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદાણી દ્વારા ક્વીન્સલેન્ડમાં માળખાગત સુવિધા વિકસાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અદાણીજૂથ દ્વારા ઓસ્ટ્રેલિયામાં 16.50 અબજના ખર્ચે સ્થપાનારા કાર્મિકેલ માઇન અને રેલ પ્રોજેક્ટમાંથી થનારી આવકથી ક્વિન્સલેન્ડમાં વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધાઅો અપાશે તેવી ખાતરીનો પુનરોચ્ચાર મુન્દ્રાની મુલાકાતે આવેલા પ્રિમિયર સમક્ષ કરાયો હતો. પ્રકલ્પ થકી કરોડો વીજળી વિહોણા ભારતીયોના ઘરમાં અજવાળાં પથરાશે તેમ તકે જણાવાયું હતું.

33 જેટલા સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે મુન્દ્રા આવી પહોંચેલા ક્વીન્સલેન્ડના પ્રમિયર એનેસ્તેસિયા પલાસ્કઝુકે મુન્દ્રા પોર્ટ અને અદાણીના પાવર પ્લાન્ટની મુલાકાત લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. તકે તેમને ક્વીન્સલેન્ડમાં શરૂ થનારા કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમ થકી 10 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપવાની ખાતરી અપાઇ હતી.

એકમને મંજૂરી આપનારા ક્વીન્સલેન્ડના રાજ્ય વિભાગ તેમજ એન્વાયર્નમેન્ટલ ઓથોરીટીએ મૂકેલી શરતોને પાળવા અદાણી જૂથ કટિબદ્ધ છે તેમ પ્રતિનિધિ મંડળને જણાવાયું હતું. નવા પ્રજેક્ટના પગલે ઇન્ડો-ઓસ્ટ્રેલિયન સંબંધોને નવી દિશા મળશે તેમજ વ્યાપારના નવા દ્વાર ખૂલશે. ઉપરાંત પ્રોજેક્ટમાં થનારી આવકને કારણે ઓસ્ટ્રેલિયાની સરકારને 22 અબજ જેટલો માઇનિંગ ટેક્સ મળશે.

મુન્દ્રાની મુલાકાતે અાવેલું ક્વીન્સલેન્ડના પ્રિમિયર સાથેનું પ્રતિનિધિ મંડળ.

કોલ પ્લાન્ટથી કરોડો ભારતીયોના ઘરમાં ઉજાસ પથરાશે

મુન્દ્રાની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન પ્રમિયરને અપાઇ ખાતરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો