તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રા તાલુકાના 1810 દર્દીનું તબીબી પરીક્ષણ કરાયું

મુન્દ્રા તાલુકાના 1810 દર્દીનું તબીબી પરીક્ષણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાત્રણ ગામો મધ્યે ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આયોજીત મેઘા મેડિકલ કેમ્પ વિવિધ રોગોના દર્દીઓની તબીબી ચકાસણી કરાઈ હતી, જેમાં તાલુકાના ભદ્રેશ્વર મુકામેથી ધારાસભ્ય તારાચંદ છેડાના હસ્તે કેમ્પને ખુલ્લો મુકાયો હતો. 650 દર્દી, સાડાઉ મુકામે 610 અને ટુંડા વાંઢ ખાતે 550 દર્દી મળી તાલુકાના કુલ્લ 1810ની તબીબી ચકાસણી કરાયા ઉપરાંત માંડવી તાલુકાના ગોધરા મુકામે પણ 450 દર્દીઓ ચકાસાયા હતા.

કેમ્પ અંતર્ગત દાંતના 600 દર્દીઓને દાંત કાઢી આપી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસ્થમાના 700 દર્દીઓને શિપ્રા દવા તથા પમ્પ ફાળવાયા હતા. ફિઝિયોથેરાપીના 400 દર્દીની સારવાર કરાઈ હતી, 90 મોતીબિંદના ઓપરેશન બિદડા ખાતે કરવામાં આવશે. ઉપરાંત આંખના દર્દીઓ માટે 1650 ચશ્મા વિતરીત કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે કુસુમબેન દિનેશભાઇ છેડા પરીવાર રહ્યો હતો.

અસ્થમાના ડો. વિસન નાગડા (મુંબઈ), દાંતના ડો. વિધિ શુક્લ, જીલ્લા આરોગ્ય કેન્દ્રના ડો. સૂર્યપ્રકાશ કમલ, ડો. કૈલાશપતિ પાસવાને સેવાઓ આપી હતી. કેસીઆરસી ભુજ, વીઆરટીઆઈ માંડવી, કૃષી વિજ્ઞાન કેન્દ્ર સાડાઉનો સહકાર સાંપડ્યો હતો. સંચાલન ગ્રામવિકાસ સમિતિના અરવિંદ જોષીની નિગરાનીમાં ચંદ્રકાંત મોતા, ધીરેન ગાલા, લક્ષ્મીચંદ ગોસર, ઝવેરીલાલ રાજગોર, જીતુ ભાનુશાલી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

ચેકઅપ કરી રહેલ તબીબ

ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આયોજીત મેગા મેડિકલ કેમ્પ થયો સંપન્ન

અન્ય સમાચારો પણ છે...