ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» 34 લાખની ટ્રક બારોબાર ભંગારમાં વેંચી દેવાઇ

    34 લાખની ટ્રક બારોબાર ભંગારમાં વેંચી દેવાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 01, 2018, 03:25 AM IST

    માધાપર હાઇવે પાસે આવેલી કેશરી એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટર પાસેની 34 લાખની ટ્રકને ભુજના બે અને મુન્દ્રાના બે એમ કુલ...
    • 34 લાખની ટ્રક બારોબાર ભંગારમાં વેંચી દેવાઇ
      34 લાખની ટ્રક બારોબાર ભંગારમાં વેંચી દેવાઇ
      માધાપર હાઇવે પાસે આવેલી કેશરી એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટર પાસેની 34 લાખની ટ્રકને ભુજના બે અને મુન્દ્રાના બે એમ કુલ ચાર જણે જાણ બહાર બારોબાર ભંગારમાં વેંચી મારી હતી. જે અંગે માલિકે ચારેય સામે પોલીસમાં ફોજદારી નોંધાવી હતી.

      સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ટ્રાન્સપોર્ટ માલિક અલ્પેશ ધીરજલાલ ઠક્કર રહે. ભુજે નોંધાવી ફોજદારી અનુસાર મુન્દ્રાના દિવ્યા મેહુલ ગોર, મેહુલ ઉમીયાશંકર ગોર તો ભુજના મામદ સુમરા અને હુશેન ઇસ્માઇલ એમ ચારેય જણે જીજે 12 બીવી 2393 નંબરની ટ્રક (કિંમત રૂપીયા 34 લાખ 367400 રૂપીયા( તેમની જાણબહાર ભંગારમાં વેંચી મારી હતી.

      પોલીસે ચારેય જણ સામે છેતરપિંડીની ફરીયાદ નોંધી ટ્રક ભંગારમાં વેંચી દેનારા ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

      અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ટ્રક અને વાહનોની છેતરપિંડીના બનાવો વધ્યા છે. વાહન માલિકોને વધારે ભાવ અપાતા તેઓ લાલચમાં આવી જાય છે અને વાહન ઉધારમાં આપી દેવાતો હોય છે બાદમાં વાહન લેનાર અન્યને બારોબાર વેંચી મારતો હોવાનું જાણવા મળ્યું છે. આવા બનાવો અગાઉ નોંધાઇ ચુકયા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 34 લાખની ટ્રક બારોબાર ભંગારમાં વેંચી દેવાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `