તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટુંડામાં 22 મંડળની 250 બહેનોએ ગામ અને ફળિયું કર્યાં ચોખ્ખા ચણાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુંડામાં 22 મંડળની 250 બહેનોએ ગામ અને ફળિયું કર્યાં ચોખ્ખા ચણાક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ટુંડામાં ટાટા પાવર કોમ્યુનિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને સહજીવનના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય ઘન કચરા વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો હતો.

‘સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ’ની થીમ પર યોજાયેલી સ્પર્ધામાં તાલુકાના ટુંડા, ટુંડા વાંઢ, માંડવીના નાના ભાડિયા, ત્રગડી અને મસ્કા ગામની સ્વસહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. 22 મહિલા મંડળની 250થી વધુ બહેનોએ સતત ત્રણ દિવસ સુધી શેરી અને ફળિયા ચોખ્ખા-ચણાક રાખ્યા હતા.

નિર્ણાયકોએ દરેક શેરી-ફળિયાની મુલાકાત લઇ બહેનોના પ્રતિસાદ, ઉત્સાહ, સ્વચ્છતા અને સુશોભન જેવી બાબતોને ધ્યાને લઇ નિર્ણય આપ્યા હતા. નિર્ણાયકો તરીકે ત્રગડીના કંચનબા જાડેજા, નાના ભાડિયાના ધનવંતીબેન હાથી, ટુંડાના જયશ્રીબેન તિલક, ભુજથી પન્નાબેન જોષીએ સેવાઓ આપી હતી.

કાર્યક્રમમાં ટાટા કંપની વતી અરુણ મુદ્દગીર, પ્રદિપ ઘોષાલ, આસિફ ખાન, નિરંજનાબેન તેમજ તેમની ટીમ ઉપરાંત સહજીવન વતી કૃપાબેન ધોળકિયા, પ્રવિણભાઇ અને તેમની ટીમ, દિવ્યાબેન વૈદ્ય, ભારતીબેન ગોર, નાના ભાડિયાના સરપંચ મનજી ડોરૂ, ત્રગડીના સરપંચ બાયરાજબા જાડેજા સહિતના અગ્રણીઅો હાજર રહ્યા હતા.

વિજેતા બહેનોને પ્રમાણપત્ર અપાયાં

હરીફાઇના વિજેતા મહિલા મંડળો

પ્રથમક્રમે મસ્કાનું નવાવાસ રાજગોર મહિલા મંડળ, દ્વિતિય ક્રમે ત્રગડીનું મોમાય સખી મંડળ તેમજ તૃતિય ક્રમે ટુંડાનું આશાપુરા સખી મંડળ વિજેતા જાહેર થયા હતા. વિજેતા મંડળો અને પંચાયતોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયાં હતાં.

સહજીવન સંસ્થાના ઉપક્રમે ‘સ્વચ્છ ફળિયું, સ્વચ્છ ગામ’ની થીમ પર હરીફાઇ યોજવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો