તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 30 માર્ચ પહેલાં કચ્છની 50 જેટલી ઔદ્યોગિક વસાહતો કેશલેસ થાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 માર્ચ પહેલાં કચ્છની 50 જેટલી ઔદ્યોગિક વસાહતો કેશલેસ થાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનીચોથા ભાગથી પણ વધુ કચ્છમાં આવેલી એવી 50 જેટલી વિવિધ ઔદ્યોગિક ટાઉનશિપમાં થતાં તમામ નાણાકીય વ્યવહારો કેશલેસ એવી વિવિધ મોબાઇલ એપ્લીકેશન, સ્વાઇપ મશીન જેવી વિવિધ કાર્યપદ્ધતિથી ઓનલાઇન થાય તે દિશામાં થઇ રહેલા પ્રયાસોની સમીક્ષા માટે આશય સાથે કલેક્ટર એમ.એ. ગાંધીના અધ્યક્ષપદે મંગળવારે ભુજમાં કંપનીના પ્રતિનિધિઓ અને જીએનએફસી-ભરૂચના અધિકારીઓ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. 30મી માર્ચ પહેલાં 50 વસાહત કેશલેસ થાય તેવા પ્રયાસો કરવા બેઠકમાં ઉદ્યોગોના પ્રતિનધિઓને જણાવાયું હતું. કચ્છમાં જીંદાલ અને સીજીપીએલ-મુન્દ્રાની ઔદ્યોગિકો વસાહતોએ જેમ કેસલેશ જાહેર કરી છે.

સરકાર દ્વારા રાજ્યની 182 ટાઉનશિપના વડાઓના સેમિનારમાં જીએનએફસી કઇ રીતે કેશલેસ થયું તેનું પ્રેઝન્ટેશન અને સેમીનાર ગત 25મી ફેબ્રુઆરીના યોજાયો હતો. તે સંબંધે કચ્છની 50 જેટલી ટાઉનશિપોને પણ સંપૂર્ણપણે કેશલેસ સજ્જ થવા બાબતે અગાઉ બે બેઠકો યોજીને આયોજન ઘડી અગ્રેસર થવા માર્ગદર્શન અપાયું હતું.

સમાહર્તા ગાંધીએ વડાપ્રધાનના કેશલેસ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા અને સૌને સુગમ પડતા કેશલેસ નાણાકીય વ્યવહારો માટે ‘ભીમ’ સહિતની મોબાઇલ એપ્લીકેશન સુવિધાઓનો લાભ લઇ વધુમાં વધુ ઔદ્યોગિક વસાહતોને કેશલેસ સુવિધાથી સજ્જ થવાના દિશામાં ઔદ્યોગિક એકમો દ્વારા થયેલાં કાર્યોની પ્રસંશા કરી વધુ ને વધુ એકમોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ તબક્કે કચ્છમાં વધુમાં વધુ ઔદ્યોગિક વસાહતોમાં કરાયેલી જાગૃતિ ઝુંબેશને આવકારી 30/3 પહેલાં ઔદ્યોગિક એકમોને કેશલેસ થવાની દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. વિવિધ કંપનીઓની ટાઉનશિપમાં આવેલી કેન્ટીન, લોન્ડ્રી, બાર્બર શોપ, વેજિટેબલ દુકાન, જનરલ સ્ટોર્સ વગેરે સાથેનો નાણાકીય વ્યવહાર એક સપ્તાહમાં કેશલેસ કરી દેવાની દિશામાં લેવાયેલા પગલાઓની સમીક્ષા બેઠકમાં વિગતે જાણકારી આપી હતી.

જીંદાલ અને સીજીપીએલ-મુન્દ્રાએ પોતાને કેશલેસ જાહેર કરી

રાજ્યની ચોથા ભાગની ઔદ્યોગિક વસાહતો કચ્છમાં : તંત્રની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો