તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રકૃતિના રક્ષણ માટે છાત્રોને જોડાવા કરાયું આહવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકૃતિના રક્ષણ માટે છાત્રોને જોડાવા કરાયું આહવાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રામાંરેન્જ ફોરેસ્ટ વિભાગે એલ.એન. પીટીસી કોલેજની વિદ્યાર્થિનીઓને દરિયાઇ સંપદાથી વાકેફ કરાવાના આશય સાથે પ્રકૃતિ શિબિરનું આયોજન કર્યું હતું. 120 તાલીમાર્થી બહેને ભરૂડીમાતાના ટીંબાની મુલાકાત લીધી હતી.

પ્રારંભે વન અધિકારી ડાંગરે પ્રકૃતિના ઉપયોગી તત્ત્વો અંગેની માહિતી આપી હતી. દરિયાઇ વિસ્તારની વનસ્પતિઓ અને પક્ષીઓથી માહિતગાર કરી પ્રકૃતિના તત્ત્વોનું રક્ષણ કરવા બાબત પર ભાર મુક્યો હતો. શિબિર અહેવાલના લેખનમાં પ્રથમ ભૂમિ લુહાર, દ્વિતીય શબનમ લંઘાય, તૃતીય રોશની મહેશ્વરી તથા કોમલ બરારિયાને રોકડ પુરસ્કાર દ્વારા નવાજવામાં આવી હતી. શિબિરનું સંકલન કરતા વન અધિકારી ગોવિંદ મહેશ્વરી અને કોલેજ આચાર્ય રમણભાઈ ચાવડાએ આગામી સમયમાં સાથે રહી પર્યાવરણ લક્ષી કાર્યક્રમો કરવાનો કોલ આપ્યો હતો.

પીટીસી કોલેજની છાત્રાઓએ પ્રકૃતિ વિષયક સમજ મેળવી હતી.

મુન્દ્રાના જંગલ ખાતાએ પ્રાકૃતિક શિબિર યોજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો