તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુન્દ્રાના સોસાયટી વિસ્તારો અનેક સમસ્યાઓથી પીડાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રાના સોસાયટી વિસ્તારો અનેક સમસ્યાઓથી પીડાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાનાસોસાયટી વિસ્તારો પ્રિશા પાર્ક, ઘનશ્યામ પાર્ક-1 અને મારૂતિનગરના રહીશોએ ખુલ્લી ગટરો, રોડ લાઇટોનો અભાવ, મચ્છરોનો ઉપદ્રવ, ગેરકાયદે દબાણ વગેરે સમસ્યાઓથી પીડાતા હોવાની લેખિત રજૂઆત ગ્રામપંચાયત સમક્ષ કરી તેને નિવારવાની માંગ કરી છે.

રજૂઆતમાં ઉપરોક્ત તમામ વિસ્તારો નજીક આવેલી ખુલ્લી ગટરના કારણે ગંદકીનું પ્રમાણ વધતાં મચ્છરોના ઉપદ્રવે માઝા મૂકી હોવા બાબતનો ઉલ્લેખ કર્યો છે. ગોરજી દેરાસરની બાજુના રસ્તા પર ગામના તમામ ધંધાદારીઓ રસ્ત પર કચરો ઠાલવતા હોવાથી લોકોને દુર્ગંધે બાનમાં લીધા છે તેમજ લીલાવતી હોસ્પિટલ જતા રસ્તા પર રોડલાઈટના અભાવે મહિલાઓને પસાર થવું દુષ્કર બન્યું હોવાનો આક્રોશ દર્શાવાયો છે. વિશેષમાં પ્રિશા પાર્કમાં આવેલા સાર્વજનિક પ્લોટ અને તેની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર અસામાજિક તત્ત્વો દબાણ કરવાની પેરવી કરી રહીશોને ધાકધમકી કરતા હોવાની ગતિવિધિ પર પ્રકાશ પાડી ત્વરાએ સૂચિત સમસ્યાઓ નિવારવાની માંગ કરી છે.

રહીશોએ પંચાયત સમક્ષ લેખિત રજૂઆતમાં નિવારણની માંગ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો