દરિયામાંથી RDX સાથે 9 આતંકી ઝબ્બે

DivyaBhaskar News Network

Apr 05, 2018, 03:20 AM IST
દરિયામાંથી RDX સાથે 9 આતંકી ઝબ્બે
ભાસ્કર ન્યુઝ.ભુજ, મુન્દ્રા, નારાયણસરોવર

દેશનો સૈાથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતનો સમુદ્રકાંઠો ભુતકાળમાં કેટલીક નાપાક પ્રવૃતીઓ માટેનો સોફટ ટાર્ગેટ બની ચુકયો છે. ત્યારે પાકિસ્તાન સાથે દરિયાઇ સરહદે જોડાયેલ કચ્છના દરિયાકાંઠે સુરક્ષા તંત્રોની સલામતી વ્યવસથાની ચુસ્તતા ચકાસવા માટે બુધવારથી 2 દિવસીય મેગા સાગર સુ્રક્ષા કવાયતનો પ્રારંભ થયો છે. આ કવાયત દરમિયાનની મોકડ્રીલ વેળાએ મુન્દ્રા નજીકના દરિયામાંથી મરીન પોલીસે આરડીએકસ સાથે 9 પાકિસ્તાની શખસોને પકડી પાડયા હતા.

મુન્દ્રાના દરિયાયઇ વિસ્તારમાં આંતકવાદીઓની ઘુસણખોરીના ઉચ્ચસ્તરેથી મળેલા અહેવાલના પગલે મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથક અને સીઆઇએફએ હાથ ધરેલ સ્પેશીયલ ઓપરેશન દરમ્યાન બે બોટમાંથી કુલ્લ 9 આંતકવાદીઓને આરડીએક્સના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. સીઆઇએફએસ અને કોસ્ટલ પોલીસે માંડવી તરફથી આવતી બે સંદિગ્ધ બોટો પૂજા અને અલ-આદમને અટકાવી હતી.અને ઝીણવટ ભરી તપાસ આદરતા બન્ને બોટના ડીઝલ એન્જીનમાંથી છુપાવી રાખેલો આરડીએક્સનો જથ્થો મળી આવ્યો હતો .તેના પગલે પૂજા બોટના 6 અને અલ આદમના 3 કૃ મેમ્બરોની આગવી ઢબે પૂછતાછ કરતાં તે આંતકવાદીઓએ સરહદી વિસ્તારમાં બૉમ્બ વિસ્ફોટ કરવા ઘુસપેઠ કરી હોવાની કેફિયત આપી હતી. તો કોટેશ્વર નજીકના ક્રીક વિસ્તારમાંથી એક બોટનું આતંકીઓએ અપહરણ કરી લેતાં બીએસએફે આ બોટ અને તેમાં સવાર કુ મેમ્બરને સલામત રીતે છોડાવી લીધા હતા. બોટમાં રહેલ શખસોને લઇ આતંકી શખસો નારાયણસરોવર લાઇટ હાઉસ પહોંચે તે પહેલાં તેમને પકડી પાડવામાં સફળતા મળી હતી. આજ રીતે માંડવી મરીન પોલીસે અફસાના નામની બોટને ઝડપી તેમાંથી કેટલાક શ઼ંકાસ્પદ માલસામગ્રી અને શખસોને પકડી પાડયા હતા. જોકે માંડવી અને મુન્દ્રા મરીન પોલીસમાં રાત્રી સુધી આ બાબતની કોઇ સતાવાર માહિતી ઉપલબ્ધ જ નહોતી.

આ એજન્સીઓ કવાયતમાં જોડાઇ

બીએસએફ, આર્મી, નેવી, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી, સીઆઇએસએફ, પોર્ટ સિકયુરીટસી એજન્સી, ફીશરીઝ વિભાગ.

મુન્દ્રા

ના. સરોવર

દરિયાઇ વિસ્તારમાં સઘન ચેકીંગનો ધમધમાટ

સાગર સુરક્ષા કવચની આ કવાયત અંતર્ગત જખૌ, કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી સહિતના કોસ્ટલ પટામાં વાાહન ચેકીંગની સાથે કેમલ પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ સહિતનો ધમધમાટ વ્ઘાપક પ્રમાણમાં જોવા મળ્યો હતો. દરિયાઇ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ ન રહે તે માટે અા કવાયતનું આયોજન કરાયું છે.

માંડવી

X
દરિયામાંથી RDX સાથે 9 આતંકી ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી