તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |મુન્દ્રા શહેરના સુખપરવાસમાં વર્લી મટકાનો જુગાર રમતો હોવાની બાતમીના

ભુજ |મુન્દ્રા શહેરના સુખપરવાસમાં વર્લી મટકાનો જુગાર રમતો હોવાની બાતમીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |મુન્દ્રા શહેરના સુખપરવાસમાં વર્લી મટકાનો જુગાર રમતો હોવાની બાતમીના અધારે પોલીસે બુધવારે બપોરે છાપો મારીને એક શખ્સને 3,100ની રોકડ એક મોબાઇલ સહિત 5,200ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો જયાર રેડ દરમિયાન બે આરોપી નાશી છુટ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સુખપરવાસમાં આંકડાનો જુગાર રમતા ઇબ્રાહિમ અબ્દુલા જુણેજા (ઉ.વ.35)ને પોલીસે 3,100ની રોકડ એક મોબાઇલ કિમત 2,100ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો જયારે દરોડા દરમિયાન અબ્દુલ મામદ કકલ રહે મુન્દ્રા અને માંડવીના કૈલાશગર બાવાજી નામના બે શખ્સો નાશી છુટ્યા હતા મુન્દ્રા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી નાશી ગયેલા આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.

મુન્દ્રામાં આંકડાનો જુગાર રમતા એક પકડાયો બે ફરાર

અન્ય સમાચારો પણ છે...