Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » નાની ખાખરમાંથી દારૂની 21 બોટલ સાથે આરોપી ઝબ્બે

નાની ખાખરમાંથી દારૂની 21 બોટલ સાથે આરોપી ઝબ્બે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:20 AM

માંડવી તાલુકાના નાની ખાખર ગામની નદીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગામના શખ્સને અંગ્રેજી દારૂની 21 બોટલ...

  • નાની ખાખરમાંથી દારૂની 21 બોટલ સાથે આરોપી ઝબ્બે
    માંડવી તાલુકાના નાની ખાખર ગામની નદીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગામના શખ્સને અંગ્રેજી દારૂની 21 બોટલ કિમત 8,400 તથા એક મોટર સાયકલ સહિત 23,400ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. આરોપીની પુછતાછમાં મોટા ભાડીયાના કુખ્યાતે માલ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કરી કબુલાત.

    આ અંગે પોલીસના આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે મુન્દ્રા તાલુકાના મોટા કંડાગરા ગામના ખીમરાજ હરી ગઢવી (ઉ.વ.25)ને નાની ખાખર ગામની નદીમાંથી 21 શરાબની બોટલ કિમત 8,400 તથા 15 હજારની કિમતની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો, પકડાયેલા આરોપીની પુચ્છતાછમાં તેણે શરાબની બોટલો મોટા કાંડાગરા ગામના રામ પબુ ગઢવી પાસેથી લીધો હોવાની કબુલાત આપી હતી. રામ પબુ ગડવી અગાઉ અગ્યાર દારૂની બોટલ સાથે મોટા ભાડીયાની નદીમાંથી ઝડપાઇ ચુક્યો હતો,જે હાલ પાલારા જેલમાં હોઇ માંડવી પોલીસે બન્ને આરોપી વિરૂધ પ્રોબીશન એકટની કલમ તડે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, આ કાર્યવાહીમાં માંડવી પીઆઇ ગામીતની સુચનાથી પીએસઆઇ પી.કે.ગઢવી, તથા બિદડા ઓપીના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ મેઘરાજભાઇ ગઢવી, કોન્સ્ટેબલ નવીનભાઇ પટેલ, જસરાજ ચારણ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending