Home » Gujarat » Bhuj » Mundra » 31મીએ આરટીઓ કચેરી ખુલ્લી રાખવા માગણી

31મીએ આરટીઓ કચેરી ખુલ્લી રાખવા માગણી

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:15 AM

ચેમ્બર અને કંડલા મુન્દ્રા કન્ટેનર એસો.ની રજૂઆત

  • 31મીએ આરટીઓ કચેરી ખુલ્લી રાખવા માગણી
    માર્ચ મહિનો નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો છે અને આ વખતે છેલ્લા અઠવાડીયામાં સળંગ બે-ત્રણ રજા આવતી હોવાથી વાહન માલિકો અને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે મહિનોનો અંતિમ દિવસ હોવાથી કચ્છ જિલ્લામાં આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટરો નવી ગાડીના પાસીંગ અને નંબર આપવા કાર્યરત રહે તે જરૂરી છે, તેવી લાગણી ચેમ્બરના પ્રમુખ દ્વારા આરટીઓને વ્યક્ત કરવામાં આવી છે.

    ચેમ્બર પ્રમુખ બાબુભાઇ હુંબલે ટેલિફોન દ્વારા આરટીઓ ભુજની કચેરીના ડી.એચ. યાદવ સાથે વાતચિત કરી છે. કસ્ટમ પોર્ટ, જીએસટી, ઇન્કમટેક્ષ, નાણાંકીય વર્ષના છેલ્લા ત્રણ દિવસની રજાઓ આવતી હોવા છતાં સામાન્ય રીતે કાર્યરત રહેશે, તે બાબતનો પરીપત્ર જાહેર થયો છે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું છે. ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમીશનર અને ભુજની કચેરીમાં લેખિતમાં ઇમેલ કરી ધ્યાન દોરી શનિવારે આરટીઓ કચેરી ખુલ્લી રાખવા માગણી કરી છે. દરમિયાન કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોએ પણ આરટીઓ કમીશ્નર અને ભુજના અધિકારીને રજૂઆત કરી ઉપરોક્ત માગણી દહોરાવી શનિવારે આરટીઓ કચેરી ખુલી રાખ‌વા માગણી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ