Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » ધ્રબમાં મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમનો આરંભ

ધ્રબમાં મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમનો આરંભ

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 03:15 AM

ધ્રબ | મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમનો આરંભ કરાયો હતો....

  • ધ્રબમાં મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમનો આરંભ
    ધ્રબ | મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમનો આરંભ કરાયો હતો. પાંચ દિવસ ચાલનારી આ શિબિરમાં સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 35 જેટલી મહિલાઓ જોડાઇ છે.

    તાલીમ શિબિરને ખુલ્લી મુકતાં ગ્રામ પંચાયતના સદસ્ય ખેરૂનીશાબેન તુર્કે મહિલાઓને ગૃહ કામ સાથે આર્થિક રીતે સ્વનિર્ભર બનવા ભરત ગૂંથણ સહિતના હુન્નરો શીખવા માટે અનુરોધ કર્યો હતો. ગુજરાત ઇકોલોજી કમિશનના પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા કાંઠાળ વિસ્તારના ગામોનસ બહેનો માટે આઇસીઝેડએમ યોજના અમલી બનવાઇ રહી છે જે અંતર્ગત આ તાલીમનું આયોજન કરાયું છે. અરવિંદભાઇના હસ્તે તાલીમાર્થીઓને ભરત ગૂંથણની કિટનું વિતરણ કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending