• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • મુન્દ્રાની કેલોરેક્સ શાળાએ બીજા વર્ષે પણ ક્વોલિટી એવોર્ડ જીત્યો

મુન્દ્રાની કેલોરેક્સ શાળાએ બીજા વર્ષે પણ ક્વોલિટી એવોર્ડ જીત્યો

DivyaBhaskar News Network

Mar 27, 2018, 03:15 AM IST
મુન્દ્રાની કેલોરેક્સ શાળાએ બીજા વર્ષે પણ ક્વોલિટી એવોર્ડ જીત્યો
ભુજ | કેલોરેક્સ ફાઉન્ડેશન તરફથી શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારી શાળાને ટ્રોફી અને પ્રમાણપત્રથી નવાજવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે કરાયેલી સ્થાપનાદિન ઉજવણી પ્રસંગે મુન્દ્રાની કેલોરેક્સ પબ્લિક સ્કૂલને સતત બીજા વર્ષે ‘કેલોરેક્સ ક્વોલિટી મેન્યુઅલ’ એવોર્ડ એનાયત કરાયો હતો. ફાઉન્ડેશન દ્વારા 41થી વધુ શાળાઓ ચલાવાય છે તેમનું ઓડીટ કરાયું હતું, શાળાના આચાર્ય, સ્ટાફ, શિક્ષણ, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓનું શિસ્ત, વિદ્યાર્થી દીઠ ખર્ચ સહિતની વિગતોનો સમાવેશ કરાય છે. શાળાના અાચાર્ય દિનેશ જોશીને ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. મંજુલા પૂજા શ્રોફ દ્વારા એવોર્ડ અપાયો હતો.

X
મુન્દ્રાની કેલોરેક્સ શાળાએ બીજા વર્ષે પણ ક્વોલિટી એવોર્ડ જીત્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી