Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રામાં અજાણ્યા શખસોએ ઘર બહાર પાર્ક કરેલી કાર સળગાવી

મુન્દ્રામાં અજાણ્યા શખસોએ ઘર બહાર પાર્ક કરેલી કાર સળગાવી

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 03:15 AM

મુન્દ્રાના હિંગલાજનગરમાં કેટલાક અજાણ્યા શખસો રહેણાક મકાન પાસે પાર્ક કરેલ કારને સળગાવી ફરાર થઇ જતાં કાર માલિકે...

  • મુન્દ્રામાં અજાણ્યા શખસોએ ઘર બહાર પાર્ક કરેલી કાર સળગાવી
    મુન્દ્રાના હિંગલાજનગરમાં કેટલાક અજાણ્યા શખસો રહેણાક મકાન પાસે પાર્ક કરેલ કારને સળગાવી ફરાર થઇ જતાં કાર માલિકે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસને આગળ ધપાવી આ કૃત્ય કરનારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કારને સળગાવવાની આ ઘટના શનિવારે રાત્રીના 11થી12 વાગ્યાના અરસામાં ઘટી હોવાનું પોલીસ સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.

    ...અનુસંધાન પાના નં.11











    હિંગલાજનગરમાં રહેતા જયદિપસિંહ જુવાનસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમણે પોતાના ઘરની બહાર પાર્ક કરેલી ગાડીને કોઇ અજાણ્યા શખસો પેટ્રોલ છાંટીને સળગાવી ફરાર થઇ ગયા હતા. કારમાલિકની ફરિયાદના આધારે મુન્દ્રા પોલીસે તપાસનો ધમધમાટ વેગવાન બનાવ્યો હોવાનું સતાવાર રીતે જણાવાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ