Home » Gujarat » Bhuj » Mundra » નવી દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મરાતા મુન્દ્રા તાલુકામાં વિકાસના

નવી દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મરાતા મુન્દ્રા તાલુકામાં વિકાસના નવા દ્વાર ખુલશે

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 03:15 AM

મુંદરા નજીક પોર્ટ આધારિત મલ્ટી પર્પઝ સ્પેશિયલ ઇકોનોમીક ઝોનના વિકાસ માટે 1552.81 હેકટર વન્ય જમીનમાંથી સૈદ્ધાંતિક...

 • નવી દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરીની મહોર મરાતા મુન્દ્રા તાલુકામાં વિકાસના
  મુંદરા નજીક પોર્ટ આધારિત મલ્ટી પર્પઝ સ્પેશિયલ ઇકોનોમીક ઝોનના વિકાસ માટે 1552.81 હેકટર વન્ય જમીનમાંથી સૈદ્ધાંતિક રીતે બાકાત કરાવવામાં કરાવવામાં અદાણી જૂથને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે જૂથ દ્વારા એવો તર્ક રજૂ કરાયો હતો કે વિસ્તારના પ્લાનીંગ માટે જમીનના બ્લોક એક સાથે સંકળાયેલા હોય એ જરૂરી છે.

  મુંદરા બંદરનું સંચાલન કરતા અદાણી પોર્ટ એન્ડ સ્પશિયલ ઇકોનોમીક ઝોન (એપીએસઇઝેડ) દ્વારા વન્ય જમીનની વ્યાખ્યામાંથી 1576.81 હેકટર જમીનને બાકાત કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આ માટેની પેનલે ધ્રબ ગામની 24 હેકટર જમીનને અનામત જંગલ જ ગણવાનું ઠરાવ્યું હતું.

  તાજેતરમાં નવી દિલ્હીમાં મળેલી ફોરેસ્ટ એડવાઈઝરી કમિટી (એફએસી)ની બેઠકમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે, ડીએસએસનું પૃથક્કરણ કરતા એવું જણાય છે કે મોટા ભાગના વન્ય વિસ્તાર અને મહેસુલી વિસ્તાર જંગલ માટે ઉપયોગી નથી અને

  ...અનુસંધાન પાના નં.11

  જંગલના અમુક વિસ્તાર તો સેઝની અંદર દેખાય છે. જંગલની સ્થિતીનો તાગ મેળવવા માટે એફએસી દ્વારા સેટેલાઇટ આધારિત ફોરેસ્ટ મેનેજમેન્ટ ડિસીસન સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  કમિટીની મિનીટસ્ મુજબ જુન, 1998થી અદાણી જૂથ દ્વારા જંગલ ખાતાની ક્લીયરન્સ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ 2400 હેકટર જમીન વન્યજમીનની વ્યાખ્યામાંથી બાકાત કરવાની દરખાસ્ત થઇ હતી. પણ આ વિસ્તારમાં 19.42 લાખ ચેરિયાના વૃક્ષ હોવાને કારણે તે રદ્દ કરવામાં આવી હતી. જોકે, કમિટીએ જાન્યુઆરી, 2018માં મળેલી મિટીંગમાં નોંધ્યું હતું કે, ડિસેમ્બર, 2017માં રાજ્ય સરકારે જે સ્પષ્ટતા કરી છે તેના આધારે આ ડાઇવર્ઝનને તે સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપે છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે, ભારત સરકારના 2006ના ફોરેસ્ટ રાઈટસ રુલની માર્ગદર્શિકા મુજબની તમામ જોગવાઇઓનું પાલન કરવાનું અંડરટેકિંગ મળ્યા બાદ જ ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે.  અદાણી જૂથ મુંદરા પંથકની 1553 હેકટર જમીન જંગલમાંથી બાકાત કરવામાં સફળ

  ક્યા ગામની કેટલી જમીન

  ગામ હેકટર

  શિરાચા 394.10

  નવીનાળ 89.52

  ધ્રબ 57.59

  મુંદરા 46.66

  બારોઇ 136.43

  ગોઆરસમા 112.06

  લુણી 516.45

  ભદ્રેશ્વર 200.00

  કેલ 1576.81

  કમિટીએ લાદી આકરી શરતો

  ફોરેસ્ટ એડવાઈઝરી કમિટીએ પણ અમુક ચોક્કસ શરતો લાદી છે. જે મુજબ આ જમીનમાં ગોલ્ફ કોર્સ, બીચ રિસોર્ટ, પાર્ક કે રહેણાકી આવાસો નહીં બનાવી શકાય. ડાઇવર્ટેડ 1552.81 હેકટર વન્ય જમીનને એપીસેઝની અંદર જ ગ્રીન વિસ્તાર તરીકે જાળવણી કરવાની રહેશે. સેઝ માટે જરૂરી હોય તેવા કેસમાં નોન ફોરેસ્ટરી હેતુ માટેના ઉપયોગની મંજૂરી મંત્રાલય પાસેથી દરેક કેસની અલગ મેળવવાની રહેશે. ખાનગી એરોડ્રોમના બાંધકામની પણ છુટ આપવામાં આવી નથી. જો, ભવિષ્યમાં ડીજીસીએની મંજૂરીથી કોમર્શિઅલ એરપોર્ટનો વિકાસ થાય તેવા કેસમાં મેરીટના આધારે નિર્ણય લેવો 2006 ના ફોરેસ્ટ રાઇટસ્ એક્ટનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોનો પણ ક્યાંય ભંગ ન થાય તે જોવાન રહેશે. વળી, એપીસેઝના માસ્ટર પ્લાનમાં કાંઠાળ વિસ્તારમાં 100 મીટર પહોળો ગ્રીન શેલ્ટર બેલ્ટ જાળવવાનો રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ