ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» ગાંધીધામની પાંચ વર્ષીય બાળાની રોલર સ્કેટિંગમાં અનેરી સિદ્ધિ

    ગાંધીધામની પાંચ વર્ષીય બાળાની રોલર સ્કેટિંગમાં અનેરી સિદ્ધિ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 03:15 AM IST

    ભણતરની સાથે સાથે રમતગમત તેમજ મનોરંજનની પ્રવૃતિઓથી બાળકનું સ્વસ્થ અને સર્વાંગી વિકાસ થાય છે. શિક્ષણ ઉપરાંત...
    • ગાંધીધામની પાંચ વર્ષીય બાળાની રોલર સ્કેટિંગમાં અનેરી સિદ્ધિ
      ગાંધીધામની પાંચ વર્ષીય બાળાની રોલર સ્કેટિંગમાં અનેરી સિદ્ધિ
      ભણતરની સાથે સાથે રમતગમત તેમજ મનોરંજનની પ્રવૃતિઓથી બાળકનું સ્વસ્થ અને સર્વાંગી વિકાસ થાય છે. શિક્ષણ ઉપરાંત રમતગમત અને મનોરંજનક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને યોગ્ય પ્રોત્સાહન અને મંચ મળી રહે તે જરૂરી છે. રમતગમતની વાત કરીએ તો ક્રિકેટની સરખામણીએ અન્ય રમતોને જોઈએ તેટલું પ્રોત્સાહન કે પ્રચાર નથી મળતું, ત્યારે શારીરિક અને માનસિક સંતુલનનાં તાલમેલવાળી રોલર સ્કેટિંગ જેવી ઓછી પ્રચલિત રમતમાં ગાંધીધામ મહેશ્વરી સમાજની માત્ર પાંચ વર્ષની બાળા નેલવ્યના સુરેશભાઇ ઝંજકે રાષ્ટ્રિયકક્ષાએ અનેરી સિદ્ધ હાંસલ કરી છે. ઔરંગાબાદ ખાતે રોલર રિલે સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૨૪મી રાષ્ટ્રીય રોલર રીલે સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં અન્ડર ૬ ગૃપમાં ત્રણ સુર્વણ, બે રજત અને એક કાંસાનું પદક મળીને કુલ છ પદક મેળવી ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે રોલર સ્કેટિંગમાં સુરત ખાતે આયોજિત રાજકીય કક્ષાએ અંદર-૮ ગૃપમાં બે સુવર્ણ પદક, આદિપુર ખાતે આયોજિત દાદી ગજવાણી સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં અન્ડર-૬ ગૃપમાં જિલ્લામાંથી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ બદલ આ બાળા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. હાલમાં મુન્દ્રા ખાતે આયોજિત શૈક્ષણિક સન્માન સમારોહમાં તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામની પાંચ વર્ષીય બાળાની રોલર સ્કેટિંગમાં અનેરી સિદ્ધિ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `