Home » Gujarat » Bhuj » Mundra » ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા 3 ઝબ્બે

ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા 3 ઝબ્બે

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 03:15 AM

ભુજના મુન્દ્રા રોડ પરથી પોલીસે ધાણીપાસાનો જુગાર રમતા 3 શખસોને 3230ની રોકડ સાથે પકડી પાડયા હતા. ઝડપાયેલ ત્રણેય...

  • ભુજમાં ધાણીપાસાનો જુગાર રમતા 3 ઝબ્બે
    ભુજના મુન્દ્રા રોડ પરથી પોલીસે ધાણીપાસાનો જુગાર રમતા 3 શખસોને 3230ની રોકડ સાથે પકડી પાડયા હતા. ઝડપાયેલ ત્રણેય જુગારીઓ વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી પોલીસે આગળની તપાસનો દોર આરંભ્યો છે.

    પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે લેવા પટેલ હોસ્પિટલના રિક્ષા પાર્કીગ સ્ટેન્ડમાં ધાણીપાસાનો જુગાર રમતા જિજ્ઞેશ ચંપકલાલ સોની, સિકંદર મહેબુબ ખલીફા અને ઇસ્માઇલ અલીમામદ કુંભારને પકડી પાડયા હતા. એલસીબીએ જુગારીઓને પકડી તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરાવી એ ડિવીઝન પોલીસના હવાલે કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ