• Gujarati News
  • National
  • મુન્દ્રાની સીમમાં 88 લાખના દારૂ પર બૂલડોઝર ફેરવાયું

મુન્દ્રાની સીમમાં 88 લાખના દારૂ પર બૂલડોઝર ફેરવાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા-પોલીસેકરેલી સરાહનીય કામગીરીરૂપે 6 માસ દરમિયાન તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ઝડપી પાડેલા 87,60,300 રૂપિયાના વિદેશી શરાબ અને બિયરના જથ્થાનો મુન્દ્રાના ખાનગી હવાઈમથકવાળા માર્ગ પર નાશ કરાયો હતો.

સવારે 10 વાગ્યાથી હાથ ધરવામાં આવેલી ડિસ્ટ્રોય કામગીરીની વિગત આપતાં સ્થાનિક પીઆઈ રાણાએ જણાવ્યું હતું કે, તા 15/9/15થી 12/3/16ના સમયગાળા દરમિયાન કુલ 22 ગુના અંતર્ગત વિદેશી શરાબનો જથ્થો (કિંમત 83,15,100) વિવિધ બ્રાન્ડની 20,788 બોટલ તથા 4,45,200ની કિંમતના 4452 બિયરના ટીન મળી કુલ 87,60,300નો દારૂ વિવિધ વિસ્તારોમાંથી એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવાયો હતો.

જેનો આજે ખાતાકીય આદેશ બાદ પ્રાંત અધિકારી જે.વી. દેસાઈ, ડીવાય.એસ.પી. ચૌધરી, દારૂબંધી શાખાના પઠાણ, વિક્રમસિંહ તથા સમસ્ત પોલીસ સ્ટાફની હાજરીમાં બૂલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

સીમમાં દારૂની નદી વહી નીકળી

અન્ય સમાચારો પણ છે...