• Gujarati News
  • National
  • ભદ્રેશ્વરમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાતનો પ્રયાસ

ભદ્રેશ્વરમાં પત્નીના વિયોગમાં પતિનો આપઘાતનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ભદ્રેશ્વર ખાતે પત્નિના વિયોગમાં પતિએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો નખત્રાણાના દનણા ગામે વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતા બન્નેને સારવાર માટે ભુજની જી.કેમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભદ્રેશ્વરમાં રહેતા હિરજી હરશી મહેશ્વરી (ઉ.વ.30)ની પત્નિ છેલ્લા ત્રણ માસથી રીસાઇને માવતરે ચાલી ગઇ હોવાથી હિરજીને લાગી આવતાં તેણે બુધવારે સવારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યો છે, તો નખત્રાણાના દનણા ગામે રહેતા સુરજબા ગોવિંદજી સોઢા (ઉ.વ.60)એ અગમ્ય કારણોસર સવારે એસીડ પી લેતા તેને સારવાર માટે ભુજ ખસેડાયા છે, પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...