તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રબમાં બાઇક રાખવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંણાણું : મહિલા સહિત 6 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રબમાં બાઇક રાખવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંણાણું : મહિલા સહિત 6 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રાતાલુકાના ધ્રબ ગામની વાડી વિસ્તારમાં એક પરિવારના સભ્યો વચ્ચે જમીન મુદ્દે મનદુ:ખ ચાલતું હોઈ રસ્તા વચ્ચેથી બાઈક હટાવવા મુદ્દે મામલો બિચક્યો હતો. તલવાર સહિતના જીવલણ હથિયારોથી મારામારી થતાં બન્ને પક્ષે દંપતી સહિત વ્યક્તિઓ ઘવાઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ઈશાક અબ્દુલ તુર્ક (ઉ.વ.40)(રહે. ધ્રબ, તા.મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું કે, હુમલાનો બનાવ રવિવારે સાંજે 6 વાગ્યે ધ્રબ વલસરા સ્કૂલ પાસે વાડી વિસ્તારમાં બન્યો હતો. ફરિયાદી તથા તેના ભાઈ ઉમર ફારૂક અબ્દુલ કરીમ તુર્ક પોતાની મોટર સાઈકલ રોડ વચ્ચે રાખી હતી. નૂરમામદ ફકીરમામદ તુર્કે મોટર સાઈકલ હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ગાળો આપતાં નૂરમામદને ગાળો આપવાની ના પાડતા નૂરમામદ તુર્ક તથા તેના ભાઈ અબ્દુલમજીદ ફકીરમામદ તુર્ક, અસ્લમ ફકીરમામદ તુર્ક તથા તેમનો ભાઈ ચારેય જણે ગાળો આપી તેના માથામાં તલવારના બે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તથા તેના ભાઈ ઉંમર તુર્કને ધોકા તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. પ્રતિ ફરિયાદમાં નૂરમામદ ફકીરમામદ તુર્ક (ઉ.વ.42)એ ઈશાક અબ્દુલ કરીમ તુર્ક, ઉંમર ફારૂક અબ્દુલ કરીમ તુર્ક, ઈસ્માઈલ અબ્દુલ કરીમ તુર્કે જમીનનું મનદુ:ખ રાતી પોતાની મોટર સાઈકલ રસ્તા વચ્ચેથી હટાવવા કહેતાં ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ, ધોકા વડે તેને તથા તેની પત્ની શકીના તથા ભાઈઓ અબ્દુલ તુર્ક અને અસ્લમ તુર્કને મારમારી ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી તેમજ પોતાની મોટર સાઈકલ રોડની સાઈડ રાખેલી હોવા છતાં તેમાં તોડફોડ કરતાં મુન્દ્રા પોલીસે બન્ને પક્ષે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો