Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ ગુરુવારે

મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ ગુરુવારે

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:10 AM

મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ ગુરુવારે ઉજવાયો હતો,જેમાં મોટી સંખ્યામાં...

  • મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ ગુરુવારે

    મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે વિશ્વકર્મા દેવાલયનો તૃતીય પાટોત્સવ ગુરુવારે ઉજવાયો હતો,જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    સવારે પૂજન અર્ચન અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ અહીં હવન યોજાયો હતો, જેમાં ત્રણ દંપતીઓએ ભાગ લીધો હતો.કચ્છભરમાંથી ઉપસ્થિત જ્ઞાતિજનો અને ગ્રામજનોએ સાથે એક પંગતમાં બેસી બપોરે સમૂહપ્રસાદ લઇ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગુર્જર સુતાર સમાજ માટે રાજ્યના સૌથી પૌરાણિક આ દેવાલય સાથે ગામની લાગણી પણ અત્યંત જોડાયેલી છે. આ પ્રસંગે જ્ઞાતિ મંડળ દ્વારા થવા જઈ રહેલ પ્રાંગણના પેવર બ્લોકના બાકીના કામ માટે ગામના સરપંચ શક્તિસિંહ જાડેજાએ અડધો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. સમાજના પ્રમુખ નીરવ ભારદીયાએ આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગ્રામજનો અને જ્ઞાતિ મંડળે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending