Home » Gujarat » Bhuj » Mundra » કુંદરોડીના સરપંચ બક્ષીપંચનો ખોટો દાખલો રજુ કરી સત્તારૂઢ થયા ?

કુંદરોડીના સરપંચ બક્ષીપંચનો ખોટો દાખલો રજુ કરી સત્તારૂઢ થયા ?

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:10 AM

મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામના સરપંચ બક્ષીપંચનો ફરજી દાખલો રજુ કરી ચૂંટણી લડી જીત્યા હોવા સબબની ફરીયાદ...

  • કુંદરોડીના સરપંચ બક્ષીપંચનો ખોટો દાખલો રજુ કરી સત્તારૂઢ થયા ?
    મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામના સરપંચ બક્ષીપંચનો ફરજી દાખલો રજુ કરી ચૂંટણી લડી જીત્યા હોવા સબબની ફરીયાદ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ થતાં પંચાયતી રાજકારણ ગરમાયું છે

    ઉપરોક્ત મુદ્દે સમયાંતરે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યા છતાં પ્રશાશન તરફથી સરપંચ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાંન આવી હોવાનો ખુલ્લો લેખિત આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કુંદરોડીના જાગૃત નાગરીક સવા કશુ કોલીએ ટીડીઓને આપેલ લેખિત ફરીયાદમાં બક્ષીપંચની અનામત બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાયેલા રસુલખાન પઠાણે સતાની લાલચમાં પોતે સિપાહી છે તેવું પ્રમાણપત્ર યેનકેન રીતે મેળવી ચૂંટણી પ્રક્રીયામાં રજૂ કરી ચૂંટણી જીતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.આ બાબતે પંચાયત પાસેથી માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલ માહિતીની પણ પુર્તિ ન કરી તંત્ર અને આયોગ સરપંચને છાવરતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.અંતે તેમને ખોટું પ્રમાણપત્ર,આધારકાર્ડ અને રાશનકાર્ડ બનાવી આપનાર જવાબદારો વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરી રસુલખાનને સરપંચ પદેથી હટાવાની માંગ કરી છે.

    ઉપરાંત જો સંતોષકારક કાર્યવાહી ન થાય તો અદાલતમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.આ અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી વાયડાનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેમણે સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ છે અને તે પૂર્ણ થતાં જિલ્લા સ્તરે અભિપ્રાય રવાના કરવાનું જણાવ્યું હતું.

    ટીડીઓ સમક્ષ થયેલ રજૂઆતમાં તંત્ર કાર્યવાહી કરવામાં ઉણું ઉતરતું હોવાનો આક્ષેપ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ