Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મોખા ટોલનાકે ભાવવધારા મુદ્દે હલ્લાબોલ, પોલીસે દોડવું પડ્યું

મોખા ટોલનાકે ભાવવધારા મુદ્દે હલ્લાબોલ, પોલીસે દોડવું પડ્યું

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 03:10 AM

પ્રાથમિક સુવિધાઓ પુરી પાડ્યા વિના ટોલસંચાલકો તગડી રકમ વસુલતા હોવાની રાવ

  • મોખા ટોલનાકે ભાવવધારા મુદ્દે હલ્લાબોલ, પોલીસે દોડવું પડ્યું
    મુન્દ્રાના મોખા ટોલનાકે ભાવ વધારા મુદ્દે ગિન્નાયેલા સ્થાનિક પરિવહનકારોએ હલ્લાબોલ કરતાં પોલીસ કાફલાને સ્થળ પર ઘસી જવું પડ્યું હતું અને રાબેતા મુજબની હંગામી સમજાવટ બાદ મામલો થાળે પાડતાં એક વાર ફરી પરિવહનકારોને આશ્વાસન મેળવી પરત ફર્યા હતા.

    ઘટના સ્થળ પરથી મળેલ અહેવાલ મુજબ રિલાયન્સ અને હાઇવે ઓથોરીટી દ્વારા ખાનગી ઠેકેદારોને નાકાનું સંચાલન સોંપ્યું છે.છેલ્લા બે વર્ષથી નિયત જગ્યાથી વિપરીત સ્થળે નાકુ ખડું કરી દેનાર સંચાલકો 20 કિમીની ત્રિજીયામાં આવતા સ્થાનિક વાહન માલીકોને સમયાંતરે ભાવ વધારો ઝીંકી રંજાડતા હોવાથી આજે લોકલ ટ્રાન્સપોર્ટ એસોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો.ટોલના પ્રારંભ થયેથી આજ પર્યંત અકસ્માતોને ઈંજન આપતા ગુંદાલા,મોખા અને કુંદરોડીનો સર્વિસ રોડ પૂર્ણ કર્યા પહેલા કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનના નામે માસીક પાસના દર બમણાં કરનાર સંચાલકો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતાં પરિવહનકારોને સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી કાબુ કર્યા હતા.

    અંતે રાબેતા મુજબ ટોલ સંચાલકોએ પરિવહનકારોની લાગણી ઉપર સુધી પહોંચાડી ઘટતું કરવાનું આશ્વાસન આપતા હાલ પૂરતો મામલો સમેટાયો હતો.તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરીયા મંત્રી કીર્તિભાઇ ગોર તથા લોકલ ટ્રાન્સપોર્ટ એસોના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

    પરિવહનકારો ઉમટી પડતાં ભારે હંગામો મચ્યો

    ઓવરલોડના ઉઘરાણાથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન

    આરટીઓની સતા ભોગવતા ટોલનાકાના સંચાલકો ઓવરલોડ ભારે વાહનો પાસેથી કાયદેસરની થવા પાત્ર પેનલ્ટી વસૂલવાના બદલે અંગત લાભ માટે 200રૂની રકમ ગજવામાં સેરવી સરકારી તિજોરીને કરોડોનો ધુંબો મારતા હોવાની બાબત પરિવહનકારોમાં ચર્ચાનો વિષય બની હતી.જાણકાર સૂત્રોએ ઓવરલોડ કાર્ગો ભરીને જતા વાહનોને સામાન્ય પણે ન્યુનતમ 3000રૂ કે તેથી પણ વધારે પેનલ્ટી ભરવાપાત્ર બને છે જયારે અહીં ગાડી દિઢ 200રૂ લઇ જવા દેવામાં આવે છે ત્યારે કૌભાંડની રકમ તરફ અંગુલિનિર્દેશ કરતાં શું આ બાબતે સંલગ્ન ખાતાઓ અજાણ હશેતે અંગે કૌતુક દર્શાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending