તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કંકાવટીમાં દેશી દારૂના ધંધાર્થી પર પોલીસ રેડ: 4 જબ્બે, 4 ફરાર

કંકાવટીમાં દેશી દારૂના ધંધાર્થી પર પોલીસ રેડ: 4 જબ્બે, 4 ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકા નલિયા પોલીસની હદમાં આવતી કંકાવટી નદી નજીક દેશીદારૂનો વેપલો કરતા ધંધાર્થીઓ નખત્રાણા, દયાપર અને નલિયાના ત્રણ-ત્રણ પીએસઆઈ તેમજ બે મહિલા કોન્સ્ટેબલ સહિતના 23 જણના કાફલાએ સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં આરોપીઓના ઘરમાં ઘૂસીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતાં ફડફડાટ છવાઇ ગયો હતો. દરોડામાં 4 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા, જ્યારે 4 ધંધાર્થીઓ હાજર મળ્યા હતા અચાનક પોલીસની રેડથી પંથકમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કંકાવટી ગામમાં વહેલી સવારે પોલીસ ટુકડીઓના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને એક પછી એક ઘરોની જડતી લેવાનું શરૂ કર્યું હતું. જેનાં પગલે સરહદી વિસ્તારના ગામમાં નાસભાગ મચી જવા પામી હતી. દેશી દારૂ બનાવવાનો 2400 લીટર આથો અને 60 લિટર દેશી દારૂ સાથે 4 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 બૂટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપેલા બૂટલેગરોમાં કિરીટસિંહ ઉર્ફે મહાવીરસિંહ સવાઈસિંહ સોઢા, કમલસિંહ ઉર્ફે મહાવીરસિંહ સવાઈસિંહ સોઢા, વિક્રમસિંહ જોરૂભા સોઢા, મહિપતસિંહ ઉર્ફે કિશોરસિંહ સવાઈસિંહ સોઢાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રેમસિંહ જગતસિંહ સોઢા, જુવાનસિંહ જગતસિંહ સોઢા, ક્રિષ્નાબા રાણુભા સોઢા, માનાબા સવાઈસિંહ સુરતાજી સોઢા નામની બે મહિલા સહિત 4 બૂટલેગર નાસી છૂટ્યા હતા. જેને પગલે દારૂની બદીને નાબૂદ કરવા એસપી મકરંદ ચૌહાણ અને એએસપી હિમકરસિંઘની સૂચના-માર્ગદર્શન હેઠળ નખત્રાણાના પીએસઆઈ એલ.પી. બોડાણા, નલિયાના પીએસઆઈ ઝાલા અને દયાપરના પીએસઆઈ સોનારાએ વિવિધ ટીમો બનાવી ગામમાં એકસાથે હલ્લાબોલ આક્રમણ કર્યું હતું.

મુન્દ્રામાં વિદેશી શરાબની 12 બોટલ પકડાઇ, આરોપી છૂ

મુન્દ્રાનાહિંગલાજનગરમાં રહેતા મોહન ભારૂ ગઢવીના રહેણાકના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપીના મકાનમાંથી વિદેશી શરાબની 12 બોટલ ઝડપી પાડી હતી, જ્યારે રેડની જાણ થઇ જતાં આરોપી મોહન નાસી છૂટ્યો હતો.

નખત્રાણાથી લખપત સુધી દેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો

અન્ય સમાચારો પણ છે...