• Gujarati News
  • National
  • લાખાપર શારીરિક માનસિક ત્રાસના કેસમાં છુટકારો

લાખાપર શારીરિક-માનસિક ત્રાસના કેસમાં છુટકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાલાખાપર મુકામે તાજેતરમાં એક પુત્રવધૂએ તેના સાસુ, સસરા, પતિ તથા નણંદ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા સબબની ફોજદારી કરી હતી, જે અંગે મુન્દ્રા એડહોક ન્યાયમૂર્તિએ બન્ને પક્ષે દલીલો સાંભળી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. મેઘબાઈ મૂરજીએ તેમના પતિ મુરજી ઉર્ફે શનિ આતુ મહેશ્વરી, સસરા આતુ મહેશ્વરી, સાસુ સોનબાઇ મહેશ્વરી, નણંદ બયાંબાઇ તથા લક્ષ્મીબેન વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 498એ, 323, 504, 506(2), 114 મુજબ કેસ કરેલો હતો, તેના અનુસંધાને એડહોક ન્યાયમૂર્તિ જે.જે. આહુજાએ બન્ને પક્ષે દલીલો સાંભળી 23 પાનાનું જજમેન્ટ આપી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા હતા. આરોપી વતી સિનિયર ધારાશાસ્ત્રી જનક એમ. સોલંકી તથા એમ.કે. બાયડે દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...