Home » Gujarat » Bhuj » Mundra » ભુજપર નજીક બ્રીજ પરથી બાઈક ફંગોળાતા ચાલકનું મોત નિપજ્યું

ભુજપર નજીક બ્રીજ પરથી બાઈક ફંગોળાતા ચાલકનું મોત નિપજ્યું

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:05 AM

મુન્દ્રા-તાલુકાના ભુજપર નજીક ધોરીમાર્ગ પર આવેલા બ્રીજ પરથી બાઈક નીચે ફંગોળાતા ચાલકને સારવાર મળે તે પહેલા મોત...

  • ભુજપર નજીક બ્રીજ પરથી બાઈક ફંગોળાતા ચાલકનું મોત નિપજ્યું
    મુન્દ્રા-તાલુકાના ભુજપર નજીક ધોરીમાર્ગ પર આવેલા બ્રીજ પરથી બાઈક નીચે ફંગોળાતા ચાલકને સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું .

    પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ સોમવારે બપોરે બાઈક પર સવાર થઇ ગાંધીધામથી માંડવી તરફ જતા મગનભાઈ ખમુભાઇ ફફલ (ઉ.વ.54,રહે ગાંધીધામ)એ ભુજપર નજીક નાગમતી નદીના પુલ પર બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો.અને અને ધડાકાભેર પુલથી નીચે પટકાતાં તેમને ગંભીર ઇજજાઓ થઇ હતી.ઘટનાને પગલે જેટ ગતિથી સ્થળ પર ઘસી આવેલી 108 દ્વારા હતભાગીને સારવાર અર્થે માંડવી લઇ જવામાં આવ્યા હતા.પરંતુ તેમને સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ