Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » મુન્દ્રામાં કન્ટેઇનર ટ્રેઇલરની કેબિન પર ખાબકતાં ચાલકનું મોત

મુન્દ્રામાં કન્ટેઇનર ટ્રેઇલરની કેબિન પર ખાબકતાં ચાલકનું મોત

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 03:05 AM

મુન્દ્રા સ્થિત પોર્ટ રોડ પર અકસ્માતે ટ્રેઇલર પર લોડ થયેલ કન્ટેઇનર કેબિન પર ખાબકતાં ચાલકનું મોત થયું હતું. ...

  • મુન્દ્રામાં કન્ટેઇનર ટ્રેઇલરની કેબિન પર ખાબકતાં ચાલકનું મોત
    મુન્દ્રા સ્થિત પોર્ટ રોડ પર અકસ્માતે ટ્રેઇલર પર લોડ થયેલ કન્ટેઇનર કેબિન પર ખાબકતાં ચાલકનું મોત થયું હતું.

    પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગત સોમવારે રાત્રે 10 વાગ્યાના સમયગાળા દરમ્યાન અદાણી વિલમાર રોડ પરથી પસાર થઇ રહેલા ટ્રેઇલર જીજે-12 એવાય 7134ના ચાલક વિકાસકુમાર યાદવ (ઉ.વ.33રહે બિહાર )એ સંતુલન ગુમાવતાં ટ્રેઇલર પર લોડ થયેલ કન્ટેઇનર ધડાકાભેર કેબીન પર પટકાતાં વિકાસ દબાઈ ગયો હતો અને તેને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળેજ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending