• Gujarati News
  • National
  • ભુજના બોગસ લાઇસન્સ કૌભાંડમાં RTOના 2 ક્લાર્કની ધરપકડ

ભુજના બોગસ લાઇસન્સ કૌભાંડમાં RTOના 2 ક્લાર્કની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાએક વેપારીની દુકાનમાંથી એસઓજીઅે લશ્કર અને સીમાદળના પ્રમાણપત્ર મારફત બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવાયાના પ્રકરણમાં તપાસનીશ પોલીસ એજન્સીએ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા 2 ક્લાર્કની ધરપકડ કરી હતી. બોગસ લાઇસન્સ બનાવવાના અા પ્રકરણમાં તપાસનો રેલો આરટીઓ કચેરી તરફ લંબાતા પોલીસે કાંડને અંજામ આપવામાં મદદગારી કરનારા તુષાર વ્યાસ અને મહિપતસિંહ જાડેજા નામના બન્ને કારકૂનની ધરપકડ કરી હતી. બન્ને આરોપીએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, પણ તે કોર્ટે ફગાવી દેતાં બન્નેની ધરપકડ કરી પાલારા જેલના હવાલે કરી દેવાયા હતા. બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રકરણનો 2016ની સાલમાં પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પર્દાફાશ કર્યો હતો. ગાંધીધામ, મુન્દ્રા અને અંજારના આરટીઓ એજન્ટ સહિત 6 લોકોની અગાઉ ધરપકડ થઇ ચૂકી છે. વધુ 2ની ધરપકડ સાથે પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંકડો 8 પર પહોંચ્યો છે.

આરોપીનો આંક 8 પર પહોંચ્યો : ગાંધીધામ-મુન્દ્રા, અંજારના 6 પકડાઇ ચૂકયા છે

અન્ય સમાચારો પણ છે...