ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mundra» સમાઘોઘાનાં યુવાનની આત્મવિલોપનની ચીમકી આપવા બદલ અટકાયત કરાઇ

    સમાઘોઘાનાં યુવાનની આત્મવિલોપનની ચીમકી આપવા બદલ અટકાયત કરાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 15, 2018, 03:05 AM IST

    મુન્દ્રા-તાલુકાની સમાઘોઘા ગ્રામ પંચાયત ટેન્ડરના નિયમોને આધીન શાળાનું બાંધકામ કર્યા છતાં બિલ નું ચુકવણું ન કરતી...
    • સમાઘોઘાનાં યુવાનની આત્મવિલોપનની ચીમકી આપવા બદલ અટકાયત કરાઇ
      સમાઘોઘાનાં યુવાનની આત્મવિલોપનની ચીમકી આપવા બદલ અટકાયત કરાઇ
      મુન્દ્રા-તાલુકાની સમાઘોઘા ગ્રામ પંચાયત ટેન્ડરના નિયમોને આધીન શાળાનું બાંધકામ કર્યા છતાં બિલ નું ચુકવણું ન કરતી હોવાની વિવિધ ખાતાઓમાં અરજી કરી તેમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર યુવાનની આજે સ્થાનિક પોલીસે અટકાયત કરવામાં આવી હતી.

      સમાઘોઘાનાં સિવિલ કોન્ટ્રાક્ટર રાજદીપસિંહ નટવરસિંહ જાડેજાએ જીલ્લા સમાહર્તા સહીત તાલુકા સ્તરે કરેલ અરજીમાં 15/1/2013ના રોજ સ્વભંડોળમાંથી બનતી શાળાનું નિયમ મુજબ બાંધકામ કરી આપ્યા છતાં ગ્રામપંચાયત બિલ નું ચુકવણું કરતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

      ઉપરોક્ત બાબત અનુસંધાને સમયાન્તરે પંચાયત સાથે પત્ર વ્યહવાર કર્યા છતાં સંતોષકારક જવાબ મળતો ન હોવા બાબતનો ઉલ્લેખ કરી જો વહેલી તકે બિલ નું ચુકવણું ન થાય તો કુટુંબને આત્મવિલોપન કરવાની ફરજ પડશે સબબની ચીમકી ઉચ્ચારી હતી.જેના પગલે આજ રોજ સ્થાનિક પોલીસે તેની અટકાયત કર્યા બાદ અદાલતે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સમાઘોઘાનાં યુવાનની આત્મવિલોપનની ચીમકી આપવા બદલ અટકાયત કરાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top