• Gujarati News
  • મુન્દ્રામાં ચકરાવાનું કામ જોવા ઊભેલા યુવક પર હુમલો

મુન્દ્રામાં ચકરાવાનું કામ જોવા ઊભેલા યુવક પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાનાઆંબેડકરનગર પૂતળાં પાસે નવા બની રહેલા ચકરાવાનું કામ જોવા ઊભેલા યુવકને મહિલા સહિત 5 શખ્સે ભેગા મળી પાવડાના હાથા સહિતના હથિયારથી માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે હોસ્પિટલના બિછાને રહેલા યુવાનની ફરિયાદ પરથી પાંચેય સામે રાયોટિંગ, મારામારી સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર, મુન્દ્રા ગામે રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ દેવજી સોંધરા (36) ગતરાત્રે 9:30 વાગ્યાના અરસામાં આંબેડકર પૂતળાં પાસે નવા બની રહેલા ચકરાવાનું કામ ચાલતું હોવાથી તે બાઇક પાર્ક કરી જોવા ઊભો રહી ગયો હતો, ત્યારે નયનાબેન કાનજી સૂરા, નિલેશ કાનજી સૂરા, કાનજી સૂરા, કાંતાબેન ભવાનજી ...અનુસંધાનપાના નં. 4



સોંધમઅને ધેડાભાઇ નામની વ્યક્તિએ ભેગા મળી ગેરકાયદે મંડળી રચી બોલાચાલી શરૂ કરી હતી. બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલીના કારણે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને નિલેશ સૂરાએ પોતાના હાથમાં રહેલો પાવડાનો હાથો જીતેન્દ્રના માથામાં ફટકારી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી યુવાન બેભાન હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે બનાવની નોંધ કરી હુમલો કરી ભાગી છૂટેલા આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.