9 અને 11માં વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ બુધવારે
ભુજમાંવોર્ડ નંબર 9 અને 11ના નાગરિકો માટે મુન્દ્રા રોડ ઉપર આવેલા ભુજહાટમાં બુધવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નગરપાલિકાના મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ મોકલાવેલી અખબારી યાદી મુજબ ગાંધીનગરથી સરકારના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોની રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવાસેતુનો કાર્યક્રમ 28મી જૂનના સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી રિલાયન્સ મોલની સામે રાખવામાં આવ્યો છે, જેમાં 9 અને 11માં વોર્ડના નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર ઉકેલ લાવવાનો પ્રયાસ થશે.