• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

પોરબંદરમાંકોસ્ટગાર્ડની 3 ઈન્ટરસેપ્ટર બોટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દરિયાઈ સીમાડાઓની સુરક્ષા બાબતે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ભૂતકાળના કોંગ્રેસના શાસનમાં ઉપેક્ષિત રહ્યો હતો જેના પરિણામે દાણચોરી, ડ્રગ્સ-આતંકવાદી-રાષ્ટ્રવિરોધી જેવી નાપાક હરકતો વધી હતી, પરંતુ જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બની હતી.

પોરબંદર ખાતે આવેલા ઓલવેધર પોર્ટ ખાતે કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટ સી-409, સી-411 અને સી-412 નું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એવું જણાવ્યું હતું કે, ગુજરાત દેશના બંદરીય વેપારનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે એટલું નહીં, મુન્દ્રા અને એલ એન્ડ જી ટર્મિનલ પોર્ટ જેવા મહત્ત્વપૂર્ણ ટર્મિનલ પણ રાજ્યમાં વિકસ્યા છે. કિનારો હવે વિકાસનું પ્રવેશદ્વાર બન્યું છે. કોસ્ટગાર્ડના પશ્ચિમ વિભાગના આઈ.જી.પી. કુલદીપસિંહે એવું જણાવ્યું હતું કે, કોસ્ટગાર્ડમાં આજે 3 શિપનો ઉમેરો થતા ગુજરાત કોસ્ટગાર્ડ પાસે બોટની સંખ્યા 33 જેટલી છે.

કોંગ્રેસના રાજમાં ગેરપ્રવૃત્તિ થતી હતી : મુખ્યમંત્રી

કોસ્ટગાર્ડને 3 ઈન્ટરસેપ્ટર બોટનું મુખ્યમંત્રીઅે લોકાર્પણ કર્યું હતું./તસવીર :જીતેશ ચૌહાણ

શું છે બોટની ક્ષમતા

ભારતીય તટરક્ષકદળમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ઈન્ટરસેપ્ટર બોટ સી-409, સી-411 અને સી-412 નો સમાવેશ કરવામાં આવ્યો છે તેની ક્ષમતા અંગે જોઇએ તો 27.28 મીટરની લંબાઈ, 106 ટનનું વજન અને 45 નોટિકલ માઈલની ઝડપે દરિયામાં ચાલી શકે છે. આધુનિક ઉપકરણો અને શસ્ત્રોથી સુસજ્જ છે.

ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

પોરબંદરમાંકોસ્ટગાર્ડની 3 ઈન્ટરસેપ્ટર બોટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દરિયાઈ સીમાડાઓની સુરક્ષા બાબતે કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 1600 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ભૂતકાળના કોંગ્રેસના શાસનમાં ઉપેક્ષિત રહ્યો હતો જેના પરિણામે દાણચોરી, ડ્રગ્સ-આતંકવાદી-રાષ્ટ્રવિરોધી જેવી નાપાક હરકતો વધી હતી, પરંતુ જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બની હતી.

પોરબંદર ખાતે આવેલા ઓલવેધર પોર્ટ ખાતે કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટ સી-409, સી-411 અને સી-412 નું લોકાર્પણ ગુજરાતના