તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુન્દ્રામાં પ્રેમીકાના અબોલા થકી પ્રેમીએ ગળે ફાંસો ખાધો

મુન્દ્રામાં પ્રેમીકાના અબોલા થકી પ્રેમીએ ગળે ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સબસેબડી હૈ જગ મેં દિલ સે દિલ કી સગાઈ ગીતના શબ્દોને સાર્થક કરતો કિસ્સો મુન્દ્રામાં બન્યો હતો પ્રેમમાં ગળાડુબ એક પ્રેમીને પ્રેમીકાએ ફોન ઉપાળતા આશિકે ગળે ફાંસો ખાઈ જીંદગીને આપી અલવીદા

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મૃતક દુર્ગેશ નગીન શાહુ (ઉ.વ20-મૂળ જીલ્લા ગોપાલગંજ ,બિહાર હાલે વિલમાર કોલોની -મુન્દ્રા) બિહારની એક યુવતીના પ્રેમમાં પાગલ હોવાનું તેના ભાઈ સંતોષકુમારે પોલીસ નિવેદન નોંધાવ્યું છે.ગત સાંજ સુધી ભાઈ સાથે ફકીરભાઈની વાડીમાં આવેલ ઓરડીઓમાં વસવાટ કરતા મૃતકની શોધ આદર્યા બાદ તેની ભાડ મેળવવા મથતા ભાઈ ભાભીએ તેની ઓરડી ચકાસતા તે તેમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.પરિસ્થિતી નિહાળી હતપ્રભ બનેલા સંતોષે પ્રેમ માં હોશ ખોઇ બેઠેલો દુર્ગેશ કલાકો સુધી પ્રેમીકા સાથે ફોન પર ગોસ્ટી કરતો હોવા સાથે બંને વચ્ચે અજાણ્યા કારણોસર અબોલા થયા નું જણાવ્યું છે.ઉપરાંત હાલ તે દુર્ગેશ ના ફોન પણ ઉપાડતી હોવાથી નાસીપાસ થયેલી હાલત માં તેણે પ્રાણઘાતક પગલું ભર્યું હોવાનું ઉમેર્યું છે.સમગ્ર બનાવની તપાસ ઝીરો પોઇન્ટ ચોકીના એસ આઈ મુકેશ ડાંગી ચલાવી રહ્યા છે.

મોબાઈલ ચેટ આશિક માટે જીવલેણ સાબિત થઈ

અન્ય સમાચારો પણ છે...