Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » વાઇબ્રન્ટ વાંકી ગ્રૂપની ક્રિકેટ ટુર્ના.માં 23 ટીમોએ ભાગ લીધો

વાઇબ્રન્ટ વાંકી ગ્રૂપની ક્રિકેટ ટુર્ના.માં 23 ટીમોએ ભાગ લીધો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:00 AM

કેરાની ટીમને હરાવી વાંકીના ખેલાડીઓએ મેદાન માર્યું

  • વાઇબ્રન્ટ વાંકી ગ્રૂપની ક્રિકેટ ટુર્ના.માં 23 ટીમોએ ભાગ લીધો
    વાંકીમાં વાઇબ્રન્ટ વાંકી ગ્રુપ દ્વારા અખિલ કચ્છ ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ્લ 23 ટીમોએ ભાગ લીધો હતો.

    સોહમ ઇલેવન વાંકી અને ચાંદ ઇલેવન કેરા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ચાંદ ઇલેવન કેરાએ પ્રથમ બેટિંગ કરતાં 12 ઓવરમાં 140 રન બનાવ્યા હતા. સોહમ ઇલેવન વાંકીએ જરૂરી 141 રન 11 ઓવરમાં જ બનાવી લઇ ચેમ્પિઅનશિપ મેળવી લીધી હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને રોકડરકમના ઇનામો આપવામાં આવ્યાં હતાં.

    ફાઇનલમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરનારા ભુપેન્દ્રસિંહ ચૌહાણ (સીરાચા)ને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સામીદ હિંગોરજા (ભુજ), મેન ઓફ ધી સિરિઝ, હિતેન્દ્રસિંહ જાડેજા (ભુજ) બેસ્ટ બેટ્સમેન, ધર્મેન્દ્રસિંહ જાડેજા (ટપ્પર) બેસ્ટ બોલર જાહેર થયા હતા. અમ્પાયર તરીકે આનંદ આહીર, ધનજી આહીર, રામકૃષ્ણ રબારી, મહાવીરસિંહ જાડેજા, પપ્પુ કોળી, સ્કોરર તરીકે રહીમ બાયડ, રવિ આહીર, કોમેન્ટેટર તરીકે મનોજ મહેશ્વરીએ સેવા આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending