• Gujarati News
  • National
  • મેટલીક સ્ક્રેપ ICD નહીં, માત્ર પોર્ટ્સ પર ઈમ્પોર્ટ થઈ શકશે

મેટલીક સ્ક્રેપ ICD નહીં, માત્ર પોર્ટ્સ પર ઈમ્પોર્ટ થઈ શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિરેક્ટરોટરેટઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેરનામું બહાર પાડી દેશના આઈસીડીમાં સ્ક્રેપ ઈમ્પોર્ટ કરવા પર બંધી લાવી દીધી છે. હવેથી સ્ક્રેપ માત્ર પોર્ટ્સ પર આયાત કરી શકાસે. કચ્છના દેશભરમાં નિયમ થકી માત્ર 14 મેજર પોર્ટ્સ પર મેટલીક સ્ક્રેપ આયાત કરી શકાસે.

મેટલીક સ્ક્રેપ વિવિધ દેશોમાંથી ભારતમાં આયાત કરવામાં આવે છે. સાથે ભંગારના ઉધોગનો મોટૉ કારોબાર ચાલી રહ્યો છે. દરમ્યાન તાજેતરમાં ડિરેક્ટરોટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નોટિફિકેશન બહાર પાડી હવેથી મેટલીક સ્ક્રેપ કંડલા, મુન્દ્રા સહિત માત્ર 14 પોર્ટ્સ પર ઈમ્પોર્ટ્ કરી શકાશે તેમ જાહેર કરાયું છે. પહેલા તે તમામ આઈસીડી સહિત ૨૬ સ્થળો પર ઈમ્પોર્ટ કરી શકાતુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા દેશના તમામ પોર્ટ્સ પર કન્ટેનર સ્કેનર લગાવવાનું ફરજીયાત કરાયુ છે. જેથી મેટલીક સાથે કોઇ સ્ફોટક સામગ્રી દેશની અંદર પ્રવેશ કરી જાય. પરંતુ 31 માર્ચ સુધીની અવધી બાદ પણ તમામ પોર્ટ્સ પર હજી સુધી સ્કેનર લાગ્યા હોવાથી સુરક્ષા કારણો આઈસીડીમાં આયાત બંધ કરી દેવાઈ છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આગામી 31મી માર્ચ સુધીમાં તમામ પોર્ટ્સ પર કન્ટેનર સ્કેનર લગાવવાનો હતો, જે નથી લગાવી શકયા તેમણે 31મી માર્ચ, 2018 સુધીમાં રેડીએશન પોર્ટલ મોનીટર અને કન્ટેનર સ્કેનર લગાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

મુન્દ્રામાં કન્ટેનર સ્કેનર ચાલુ થતા વર્ષે લાગશે

કંડલામાંકન્ટેનર સ્કેનર કાર્યાન્વિત છે જ્યારે મુન્દ્રા પોર્ટ પર આટલા મોટા પ્રમાણમાં આયાત નિકાસ થતી હોવા છતા કન્ટેનર સ્કેનર લગાવાયુ નથી. અંગે સુત્રોએ જણાવ્યું હતંુ કે મુન્દ્રામાં પણ કન્ટેનર સ્કેનર લગાવવા માટૅ કોન્ટ્રેક્ટર બહાર પડાયો છે. વર્ષની અંદર અહીં પણ સ્કેનર કાર્યાન્વિત થઈ જશે.

ડિરેક્ટરોટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નવું જાહેરનામું

અન્ય સમાચારો પણ છે...