• Gujarati News
  • માંડવી ડેપોનો કન્ડક્ટર મુન્દ્રામાંથી પીધેલી હાલતમાં પકડાયો

માંડવી ડેપોનો કન્ડક્ટર મુન્દ્રામાંથી પીધેલી હાલતમાં પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |અબડાસા તાલુકાના ડુમરા ગામે રહેતો અને માંડવી એસટી ડેપોની રવેચી-માંડવી રૂટની એસટી બસમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવતો શંકરસિંહ સોહનસિંહ રાઠોડ (49) શુક્રવારે ચાલુ ફરજ દરમિયાન ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો, ત્યારે પેસેન્જર સાથે માથાકૂટ કરી હતી, જેથી બસ મુન્દ્રા પહોંચતાં મુસાફરે ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી, જેણે પોલીસને જાણ કરતાં પોલીસે મુન્દ્રા ડેપોએ જઇ તેની ધરપકડ કરી હતી.