તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહેકમના અભાવે કચ્છના PHCમાં તબીબી સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે

મહેકમના અભાવે કચ્છના PHCમાં તબીબી સાધનો ધૂળ ખાઇ રહ્યાં છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અપગ્રેડ કરવાની આરોગ્યલક્ષી યોજનાઓના પોકળ દાવાઓથી વિશેષ કશું હોવાના આક્ષેપ સાથે આરોગ્ય કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કર્યા બાદ તેને ઓપરેટ કરવા સ્ટાફની ખોટ પૂરી કરવાની જિલ્લા પંચાયતના સદસ્યે માંગ કરી છે.

વિરોધ પક્ષના સદસ્ય હાજી સલીમ જતે કરેલી ફરિયાદમાં કચ્છમાં હાલ કાર્યરત 15 આરોગ્ય કેન્દ્રો પૈકી એક કેન્દ્રમાં ટેક્નિશિયનની ભરતી કરાઇ છે. મુન્દ્રામાં છેલ્લા 10 વર્ષથી એક્સ-રે મશીન ટેક્નિશિયનના અભાવે ધૂળ ખાય છે. કર્મચારીઓની નિયમિત નિમણૂક કરી પાંચ વર્ષ માટે કરાર આધારીત નિમણૂકો કરવાની સરકારી નીતિને વખોડતા કર્મચારીઓ તેની વિરુદ્ધ ઉચ્ચ અદાલતના દ્વાર ખખડાવવાની પેરવીમાં હોવાનો આક્રોશ પ્રદર્શિત કર્યો છે. વિશેષમાં તાજેતરમાં અપગ્રેડ થયેલા ત્રણ સામૂહિક કેન્દ્રો ગઢશીશા, આધોઇ અને ઢોરીમાં ફક્ત એકાદ સ્ટાફની નિમણૂક કરાઈ છે, જ્યારે અન્ય સ્ટાફ પ્રાથમિક કેન્દ્રોનો છે. આમ ઘણા ખરા કેન્દ્રો પ્રતિનિયુક્તો પર ચાલતા હોવાથી જ્યાં સુધી ડોક્ટરો, નર્સો તેમજ ટેક્નિકલ સ્ટાફની ભરતી કરવામાં આવે ત્યાં સુધી સફેદ હાથી સમાન હોવાની અને લોકોને તદ્દન બિન ઉપયોગી હોવાની લાગણી વ્યક્ત કરી છે.

જિલ્લા પંચાયતના વિપક્ષી સદસ્યે આંકડાકીય માહિતી સાથે પ્રકાશ પાડ્યો

ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી યોજનાઓ માત્ર કાગળ ઉપર હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...