Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » ગુંદાલા સ્થિત વડીલ વંદનાના આશ્રિત મહિલાનું લાંબી બીમારી બાદ મોત

ગુંદાલા સ્થિત વડીલ વંદનાના આશ્રિત મહિલાનું લાંબી બીમારી બાદ મોત

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

મુન્દ્રા-ગુંદાલા સ્થિત વડીલ વંદના સંસ્થામાં રહેતા મહિલાનું લાંબી બીમારી બાદ મોત નીપજ્યું હોવાનો બનાવ સ્થાનિક...

  • ગુંદાલા સ્થિત વડીલ વંદનાના આશ્રિત મહિલાનું લાંબી બીમારી બાદ મોત
    મુન્દ્રા-ગુંદાલા સ્થિત વડીલ વંદના સંસ્થામાં રહેતા મહિલાનું લાંબી બીમારી બાદ મોત નીપજ્યું હોવાનો બનાવ સ્થાનિક પોલીસ થાણામાં નોંધાયાના અહેવાલ સાંપડ્યા હતા.

    મૂળ લુણીના અને લાંબી બીમારીના કારણે ગુંદાલા સ્થિત વડીલ વંદના આશ્રમના આશ્રિત મહિલા શિલ્પાબેન રાજેશ દેઢિયા (ઉ.વ.40) છેલ્લા ચાર માસથી ગંભીર બીમારીથી પીડાતા હતા.તેઓ કાલે બપોરે 1.30 વાગ્યાના અરસામાં અચાનક બેશુદ્ધ થતાં તેમને સારવાર અર્થે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.પરંતુ તેમને સારવાર પહેલા હોસ્પિટલના તબીબ મંથન ફ્ફ્લે મૃત જાહેર કર્યા હતા.પ્રાપ્ત વિગત મુજબ મૃતક મહિલા પ્રથમ મુંબઈ વસવાટ કરતા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending