Home » Gujarat » Bhuj » Mundra » માંડવીમાં સમાજવાડીઓ પર વ્યવસાય વેરો લદાતાં ભારે રોષ

માંડવીમાં સમાજવાડીઓ પર વ્યવસાય વેરો લદાતાં ભારે રોષ

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

કચ્છમાં સંભવત: પ્રથમવાર માંડવી સુધરાઇએ સમાજવાડીઓ પર વ્યવસાયાવેરો ભરવા માટે નોટિસ ફટકારતાં સ્થાનિકે રોષ ફેલાયો...

  • માંડવીમાં સમાજવાડીઓ પર વ્યવસાય વેરો લદાતાં ભારે રોષ
    કચ્છમાં સંભવત: પ્રથમવાર માંડવી સુધરાઇએ સમાજવાડીઓ પર વ્યવસાયાવેરો ભરવા માટે નોટિસ ફટકારતાં સ્થાનિકે રોષ ફેલાયો હતો. આ નિર્ણયથી નારાજ 42 જ્ઞાતિના આગેવાનોએ પાલિકા તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવીને સામૂહિક વિરોધ નોંધાવ્યો હતો.

    શહેરમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટ સંચાલિત સમાજવાડીઓ તેમજ પાર્ટી પ્લોટ પર વ્યવસાય વેરો ઝીંકવાનો નિર્ણય તઘલખી હોવાની રજૂઆત કરતાં સમાજના અગ્રણીઓએ 1976ના વેરા અધિનિયમનો હુકમ 2008 ટાંકીને જણાવ્યું હતું કે, આ પ્રકારનો કર ખાનગી મિલકતો પર લાગુ પડે છે પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા સમાજોને પણ તેમા સમાવી લઇને મનઘડત નિર્ણય લેવાયો છે.

    કચ્છભરમાં ક્યાંય જ્ઞાતિની વાડીઓ પર વ્યવસાય વેરો લાદવામાં આવ્યો નથી ત્યારે માત્ર માંડવીમાંજ આ નિર્ણય શા માટે લેવાયો તેવો વેધક સવાલ રજૂઅાતમાં કરાયો હતો. સમગ્ર સમાજ વતી લોહાણા સમાજના પ્રમુખ હરીશભાઇ ગણાત્રાની આગેવાની હેઠળ સામૂહિક વિરોધ નોંધાવાયો હતો. પાલિકા ઉપરાંત ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના કાર્યાલય પર પણ રજૂઆત કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending