Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mundra » ભદ્રેશ્વરની ખારી નદીમાંથી ખનીજ માફિયાઓ બેફામ રેતી ઉસેડે છે

ભદ્રેશ્વરની ખારી નદીમાંથી ખનીજ માફિયાઓ બેફામ રેતી ઉસેડે છે

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

મુન્દ્રા તાલુકામાં રેતી ચોરીની અસંખ્ય રાવ વચ્ચે હવે ભદ્રેશ્વરમાં ખારી નદીના પટમાંથી ખનીજ માફિયાઓ બેરોકટોક રેતી...

  • ભદ્રેશ્વરની ખારી નદીમાંથી ખનીજ માફિયાઓ બેફામ રેતી ઉસેડે છે
    મુન્દ્રા તાલુકામાં રેતી ચોરીની અસંખ્ય રાવ વચ્ચે હવે ભદ્રેશ્વરમાં ખારી નદીના પટમાંથી ખનીજ માફિયાઓ બેરોકટોક રેતી ઉલેચી રહ્યા છે.

    જાણવા મળેલી વિગતો મુજબ સ્થાનિકે ખાણ ખનીજ ખાતાં દ્વારા અંદાજીત 3 હેક્ટર માટે લીઝ આપવામાં આવી છે. પરંતુ ખનીજ માફિયાઓ બિન્દાસપણે દક્ષિણ બાજુની નદીના પટમાંથી રેતી ઉલેચી રહ્યા છે. બે માસ અગાઉ પ્રાંત અધિકારીએ સૂચિત સ્થળે રેડ નાખી ડમ્પર સહિતના વાહનો ડિટેઇન કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી. પરંતુ ખાણ ખનીજ ખાતાંએ ઔપચારિક દંડ વસૂલી કરતાં ફરી રેતી ચોરો જૈસે થે મોડમાં આવી ગયાનું સપાટીએ તરી આવ્યું છે. ચર્ચા મુજબ પ્રતિદિન 100થી વધારે ગાડીઓ રેતી ઉસેડતા તત્વો પ્રશાસનની તવાઈ વખતે તમામ રેતી પાસ થયેલા લીઝવાળા વિસ્તારમાં ઠાલવી તંત્રને હાથતાળી આપી રહ્યા છે ત્યારે પંચાયતીસ્તરે કલેક્ટરને આવેદનપત્ર આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending