Home » Gujarat » Bhuj » Mundra » મંજલ વાડી વિસ્તારમાં કુવામાં ખાબકેલા શ્રમજીવીનું મોત

મંજલ વાડી વિસ્તારમાં કુવામાં ખાબકેલા શ્રમજીવીનું મોત

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:55 AM

નખત્રાણા તાલુકાના કલ્યાણપર નજીક મંજલ વાડીવિસ્તારમાં શનિવારની મધરાત્રે અકસ્માતે અંધારીયા કૂવામાં ખાબકેલાં 55...

  • મંજલ વાડી વિસ્તારમાં કુવામાં ખાબકેલા શ્રમજીવીનું મોત
    નખત્રાણા તાલુકાના કલ્યાણપર નજીક મંજલ વાડીવિસ્તારમાં શનિવારની મધરાત્રે અકસ્માતે અંધારીયા કૂવામાં ખાબકેલાં 55 વર્ષિય આધેડ મોતને ભેટયા હતા. મૃતક બકાભાઈ મોહનભાઈ નાયકા બાબુલાલ (કિશોરભાઈ) ગોરાણીની વાડીમાં પુત્રી-જમાઈ સાથે ખેતીકામ કરતાં હતા.શનિવારની રાત્રે ખેતમજૂરી કરી થાકેલો પરિવાર વાળુ કરીને સૂઈ ગયો હતો.મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં બકાભાઈનો જમાઈ અર્જુન પેશાબ કરવા ઉઠ્યો ત્યારે નજીકમાં રહેલાં અંદાજે 80 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાંથી ‘બચાવો..બચાવો’નો અવાજ આવતો હતો. તેણે કૂવાની પાળ પર જઈને અવાજ સાંભળ્યો તો અવાજ તેના સસરાનો હતો. અર્જુને તરત વાડીમાલિક કિશોરભાઈને ફોન કરી તેના સસરા કૂવામાં પડી ગયાં હોવાનું જણાવી તેમને બહાર કાઢવા વિનંતી કરી હતી. ઘટનાનાી જાણ કિશોરભાઈ લાંબુ દોરડું સહિતના સાધનો સાથે કૂવા પર દોડી આવ્યા હતા. વાડીમાલિકે જણાવ્યું કે આ કૂવો વર્ષો પહેલાં વડીલોએ ખોદાવ્યો હતો પણ પાણી ખૂટી જતાં એમ જ અવાવરૂ હાલતમાં પડયો હતો. કૂવામાં ઠેર ઠેર લાકડાના ખુંટા ખોડેલાં છે. કૂવામાં ખાસ પાણી નહોતું પરંતુ સંભવતઃ ખુંટો માથામાં વાગવાથી અથવા પડી જવાથી ગંભીર ઈજા થતાં બકાભાઈનું મોત થયું હોવાનું અનુમાન છે. બનાવ અંગે નખત્રાણા પોલીસે અકસ્માત મોતની નોંધ પાડી આગળની તપાસ આદરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ