ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mundra» માંડવીની સબ જિલ્લા હોસ્પિટલ જ બીમાર

  માંડવીની સબ જિલ્લા હોસ્પિટલ જ બીમાર

  DivyaBhaskar News Network | Last Modified - Feb 26, 2018, 02:55 AM IST

  માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું આરોગ્ય ખુદ કથળ્યું હોય તેવી સ્થિતિ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહી છે....
  • માંડવીની સબ જિલ્લા હોસ્પિટલ જ બીમાર
   માંડવીની સબ જિલ્લા હોસ્પિટલ જ બીમાર
   માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું આરોગ્ય ખુદ કથળ્યું હોય તેવી સ્થિતિ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહી છે. રોજિંદાં ધોરણે દર્દીઓને પડતી હાલાકી મુદ્દે હવે ગણગણાટે રોષનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું છે.

   અબડાસા, માંડવી અને મુન્દ્રા એમ ત્રણ તાલુકાઓને જોડતી સબ જિલ્લા હોસ્પિટલમાં 99 બેડની સુવિધા છે અને રોજના 400થી વધુ દર્દીઓની ઓપીડી કરાય છે. વર્ગ-1ના 10ના મહેકમ સામે નિવાસી તબીબ, જનરલ સર્જન, એનેસ્થેસીસ્ટ, નેત્રસર્જન, રેડિયોલોજીસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત સહિતની 7 જગ્યાઓ તો ખાલી પડી છે.

   વર્ગ-2 ના મંજુર 5ના મહેકમમાંથી પણ 3 જગ્યા ખાલી છે. એક તબીબ તો અમદાવાદ ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થની તાલીમ લેવા ગયા તે ગયા તેમની તાલીમ હજી સુધી પૂરી થઇ નથી. તેને લીધે માત્ર એક મહિલા તબીબના ભરોસે આ હોસ્પિટલ ચાલી રહી છે. કામના અતિશય ભારણ અને તાણને લીધે એકમાત્ર મહિલા તબીબ ડો. મીરા ઝા પણ ખુદ બીમાર પડી જતાં તેમની જગ્યાએ ઇન્ચાર્જ ડો. હિમાન્શુને ગાંધીધામથી બોલાવવા પડ્યા છે.

   ઓર્થોપેડિક, પેથોલોજીસ્ટ, અધિક્ષકની જગ્યા ભરાયેલી છે, પરંતુ અધિક્ષક નિવૃત્તિના આરે હોવાથી મન પડે તો ફોન રિસીવ કરે બાકી સ્વીચ ઓફ મોડ બતાવે છે. દર્દીઓની દવા યોગ્ય રીતે થાય તે માટે તંત્ર દ્વારા આ હોસ્પિટલની યોગ્ય દવા થાય તે અનિવાર્ય હોવાની લાગણી સ્થાનિકે પ્રવર્તી રહી છે.

   10ના મહેકમ સામે 3 જ કર્મી :રોજિંદાં ધોરણે દર્દીઓને પડતી હાલાકી સામે તંત્રના આંખ આડા કાન

   પેનલ પીએમ માટે ગઢશીશાથી તબીબ બોલાવવા પડ્યા

   મોટા ભાડિયાના યુવાનની ચકચારી હત્યાના કેસમાં શનિવારે પેનલ પીએમ કરવાની જરૂરત ઊભી થતાં સ્થાનિકે એક જ ડોક્ટર હોવાથી ગઢશીશા સીએચસીમાંથી તબીબને બોલાવવાની ફરજ પડી હતી.

   દૈનિક 50 દર્દીઓની સારવાર રામભરોસે

   જિલ્લામાં બેવડું વાતાવરણ હોવાને લીધે વાયરલ ઇન્ફેક્શન, ઝાડા-ઊલ્ટી સહિતના કેસોના લગભગ 50 જેટલા દર્દીઓ રોજ આવતા હોય છે. એક જ તબીબ હોવાને લીધે તેમની સારવારમાં મુશ્કેલી પડી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માંડવીની સબ જિલ્લા હોસ્પિટલ જ બીમાર
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `